શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ નાઓની સુચના તથા તેઓશ્રીની અધ્યક્ષતામાં અધિક પોલીસ કમિશ્નર ટ્રાફિક અને ક્રાઇમ શ્રી શરદ સિંઘલ સા. તથા અધિક પો.કમિ. શ્રી સેક્ટર-૧ શ્રી પી.એમ.માલ સા. તથા ક્રાઇમ અને તમામ ઝોનના ડી.સી.પી.શ્રીઓ તથા એ.સી.પી.શ્રીઓ તથા ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. પી.સી.બી. ના અધિકારીઓ દ્વારા આજરોજ સુરત શહેર માં છેલ્લા ૦૬ વર્ષ દરમ્યાન મોબાઇલ સ્નેચીંગ અને ચેઇન સ્નેચીંગના ગુનાઓમાં અગાઉ પકડાયેલ આરોપીઓ કે જેઓ હાલમાં જામીન મુક્ત/છુટી ગયેલ છે જે તમામ આરોપીઓને સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.શ્રીઓ તથા પોલીસ માણસો મારફતે તમામને આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકત્રીત કરવામાં આવેલા. જેમાં ચેઇન સ્નેચીંગના ૨૪ તથા મોબાઇલ સ્નેચીંગના ૨૫૬ મળી કુલ- ૨૮૦ આરોપીઓ હાજર રાખવામાં આવેલ,
આ તમામ ૨૮૦ આરોપીઓની વિગતવાર પુછપરછ કરવામાં આવેલ જેમાં “ આ તમામ આરોપીઓની હાલની પ્રવૃત્તિ, લેટેસ્ટ મોબાઇલ નંબરો, લેટેસ્ટ ફોટોગ્રાફ્સ, ગુના વખતે વાપરેલ બાઇક, હાલમાં કયુ વાહન/બાઇક વાપરે છે, ગુના કરતી વખતે સાથે આવેલ અન્ય સહ આરોપીની વિગત, મુદ્દામાલ મોબાઇલ ચેઇન સ્નેચીંગનુ શુ કરેલ હતુ, આ મુદ્દામાલનો કેવી રીતે નિકાલ કરેલ હતો “ વિગેરે માહિતી મેળવી વિગતવાર પ્રોફાઇલ બનાવવામાં આવેલી. આ આરોપીઓને વાહન ચેકીંગ દરમ્યાન અન્ય પોલીસ પણ સહેલાઇથી ઓળખી શકે અને તેઓને રોકી હાજરી સંબંધે વિગતવાર પુછપરછ કરી શકે તથા એમ.સી.આર. ચેકીંગ દરમ્યાન પણ આજરોજ બનાવેલ આરોપીઓની પ્રોફાઇલ ઉપયોગી નિવડી શકે તે હેતુથી આ પ્રકારના ગુનાઓ અટકાવવા આ કાર્યવાહી કરવામાં આવેલ.
પોલીસ કમિશનર સા.શ્રીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહી આવા પ્રકારના ગુનાઓ અટકાવવા બાબતે હાજર પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ. ત્યારબાદ તેઓશ્રીએ પોતાના સંબોધનમાં આરોપીઓને આવી ગુનાહીત પ્રવૃત્તિ છોડી દેવા અને સમાજના મુળ પ્રવાહમાં સામેલ થવા જરૂરી ચેતવણી રૂપ માર્ગદર્શન આપેલ હતુ. આમ મોબાઇલ સ્નેચીંગ/ચેઇન સ્નેચીંગના ગુનાઓ અટકાવવા સારૂ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સા. એ પ્રજાલક્ષી આ નવતર પ્રયોગ કરેલ છે.