આહવા: તા: ૧૭: ડાંગ જિલ્લાની અાહવા સ્થિત સૌથી જૂની અને મોટી સરકારી માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રવાહ ખંડમા “આરોગ્ય અને સાહિત્ય વિષયક પુસ્તક પ્રદર્શન” યોજવામા આવ્યુ હતુ.
તા.૧૬-૧૭/૧૨/૨૦૨૦ દરમ્યાન આયોજિત આ પુસ્તક પ્રદર્શનમા સર્વ શિક્ષણ અભિયાન, ડાંગ ના બી.આર.સી/ સી.આર.સી દ્વારા આ શાળાને આ વર્ષે નેશનલ બુક ટ્રસ્ટ- દિલ્હીના કેટલાક પુસ્તકો ભેટ મળ્યા તે નવા આવેલા તમામ પુસ્તકોનો તથા આરોગ્ય લક્ષી 125 કરતાં વધારે પુસ્તકો સહિત આવો ૩૦૦ જેટલા અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાના પુસ્તકોમાં ભારતીય ચિત્રકલા, સંવિધાન- સંસદ-પ્રશાસન- અાઝાદી, રાષ્ટીય જીવનચરિત્ર, ભારતીય નદી અને પર્યાવરણ, સર્જનાત્મક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ, કથા ભારતીની સીરીઝ, આંતર ભારતીય પુસ્તકમાળા, ભારતીય સાહિત્ય નિધિ, એકાંકી, વાર્તાઓ, લોક સંસ્કૃતિ, એશિયા સંયુક્ત પ્રકાશનો તથા વિશ્વ સાહિત્યના પુસ્તકો સહિતના આરોગ્ય ના પુસ્તકો નું પ્રદર્શન યોજાયુ હતું.
આ પુસ્તક પ્રદર્શન શાળાના આચાર્ય ગોવિંદભાઈ ગાંગુરડેના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રવાહના હોલમાં કોવિઽ ની ગાઈઽ લાઈન મુજબ આયોજિત કરાયું હતું. પ્રદર્શનની શાળા પરિવારના તમામ સ્ટાફ- કર્મચારી તથા શાળાની મુલાકાતે આવનાર વિદ્યાર્થી – વાલીઓએ મુલાકાત લીધી. આ મુલાકાત લેનાર તમામ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા સાથે “એક પુસ્તક” અાયોજકો તરફથી ભેટ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનુ સંચાલન ગ્રંથપાલ ડી. બી. મોરે એ કર્યું હતું. શાળાના વડિલ શિક્ષક શ્રી અરવિંદ ગવળી તથા સુપરવાઇઝર શ્રી પ્રજેશ ટંડેલે આ કાર્યક્રમ ને અભિનંદન પાઠવ્યા હતા.
–