વ્યારા ખાતે નેશનલ યુવા કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, દિલ્હી સંચાલિત જન નીધી વ્યારા શાખાનો શુભારંભ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

વ્યારા :  સેવાના હેતુથી તેમજ યુવાઓ ને આત્મનિર્ભર બનાવા પ્રેરણા આપી કામ કરતી મલ્ટી સ્ટેટ- મલ્ટી કોપરેટીવ કોર બેન્કિંગ સોસાયટી નેશનલ યુવા કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, જન નિધિ, વ્યારા બ્રાંચ નું શુભારંભ APMC વ્યારા ના ચેરમેન શ્રી પ્રવીણભાઈ ગામીતના હસ્તે કરવામાં આવ્યો હતો.

એન વાય સી એસ ના નામથી ઓળખાતી આ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, શુભારંભ પ્રસંગે NYCS રાષ્ટ્રીય ડિરેક્ટર શ્રી હિરેનભાઈ શાહ, સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ડિરેક્ટર શ્રી ગણેશભાઈ ચૌધરી, NYCS ગુજરાતના પ્રતિનિધિ ચિરાગભાઈ શેટે, જન નિધિ બારડોલી બ્રાન્ચ પ્રમુખ શ્રીમતી ઇરવાબેન શુક્લા વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
નેશનલ યુવા કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ નિધિ વ્યારા શાખાના અધ્યક્ષ તરીકે શ્રી ડાહયાભાઇ પટેલ તથા મંત્રી તરીકે શ્રી રાધિકા કુલીન પ્રધાન ના નામની વરણી કરવામાં આવી હતી. આ તબક્કે વ્યારા નગરમાં થી જુદા જુદા અગ્રણીઓ, વ્યાપારીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment