9તાપી જિલ્લા ના સોનગઢ તાલુકા માં રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા બિનઅધિકૃત લોકો ને નાતાલની પરવાનગી ન આપવામાં આવે એવી માંગ ઉઠી છે.
વાત કરીએ તો તાપી જિલ્લા માં આવેલા સોનગઢ તાલુકાની જ્યાં કાયદેસર રીતે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી નથી પરંતુ તાલુકા માં ઠેર ઠેર ચર્ચો જોવા મળે છે
આવા કોરોના કાળ માં પણ દર રવિવારે ચર્ચો માં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને ૧ કલાક થી વધારે સમય સુધી સભાઓ ચાલે છે
ત્યારે આવનાર ૨૫ તારીખે નાતાલ ઉજવાની પરવાનગી ન આપવામાં આવે અને જો પરવાનગી આપવામાં આવે તો તે વ્યકિત પોતે ખ્રિસ્તી છે એના પૂરાવા રજુ કરે
એવી માંગ સાથે રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું.
અને તંત્ર આ વિષય માં ઘ્યાન ન આપે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
રાષ્ટ્રીય જનજાતતિ મંચ દ્વારા બિનઅધિકૃત લોકોને નાતાલની પરવાનગી નહીં આપવા સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું
Leave a comment