‘બેટી બચાવો બેટી પઢાઓ’ યોજના અંતર્ગત સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક મળી

adminpoladgujarat
2 Min Read

સૂરતઃમંગળવારઃ- દીકરીઓનો જન્મને વધાવવા સાથે દીકરીના જન્મદરમાં વધારો થાય તેમજ દીકરીઓ દરેક ક્ષેત્રમાં શિક્ષણ થકી પુરૂષ સમોવડી બની, વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર થાય તેવા આશયથી રાજય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના આયોજન અર્થે સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેશ કોયાના વડપણ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સની સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મહિલાઓના ઉત્થાન માટેની યોજનાઓનો વ્યાપ શહેરી વિસ્તારો તથા અંતરિયાળ વિસ્તારમાં વસતિ મહિલા, કિશોરી સુધી પહોચે તેવા સુત્ય પ્રયાસો હાથ ધરવા માટેની વ્યુહરચના અપનાવવા પર ભાર મૂકયો હતો.
બેઠકમાં છેલ્લા વર્ષ દરમિયાન જન્મેલી દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા અંગે તથા તાલુકા ટાસ્ક ફોર્સ, ગ્રામ પંચાયત/વોર્ડકક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરીને રીપોર્ટીંગ કરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા બાળ અને મહિલા અધિકારી શ્વેતા દેસાઈએ વર્તમાન વર્ષે દિકરી વ્હાલી યોજના હેઠળ મહિલા સશકિતકરણ પખવાડિયાના અંતર્ગત આરોગ્ય દિવસે કરવામાં આવેલી કામગીરી, નોન વુવનબેગ તથા IEC મટીરીયલ્સની કિટ્સ વિતરણની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ વર્ષે જીલ્લા તથા તાલુકાકક્ષાએ ટ્રેનિંગ સેન્સીટાઈજેશન પ્રોગ્રામો કરવા ઉપરાંત આશા વર્કરો તથા આંગણવાડી વકર્રોને ઈનામો આપવા, દીકરી વધામણા કીટસ, કીશોરી મેળા, બાળક લગ્ન નાબૂદી અવેરનેશ રથ, કિશોરી સંમેલન જેવા વિવિધ વિભાગોના સંકલનમાં રહીને કાર્યક્રમો કરવા બાબતે આયોજન ધડાયું હતું.
બેઠકમાં જિલ્લા પ્રોગ્રામ ઓફીસર નયનાબેન પારધી, ડી.આર.ડી.એ., માહિતી, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − seventeen =

Exit mobile version