પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ડાંગમા સંયમપૂર્વક યોજાયો સ્વતંત્રતા દિવસ : કલેક્ટર શ્રી ભાવિન પંડયાના હસ્તે કરાયુ ધ્વજવંદન

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

 

શિસ્તબદ્ધ પરેડ, કોરોના વોરીયર્સ, અને તેજસ્વી તારલાઓનુ સન્માન, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા ;

રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કલેકટરશ્રીએ પ્રજાજોગ સંદેશામાં સૌને પાઠવી શુભેચ્છા ;
“કોરોના” સામેના અમોઘ શસ્ત્ર એવા ‘વેક્સીનેસન’ માટે પ્રજાજનોને કરી અપીલ

આહવા: તા: ૧૫; વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી ઉગરેલા સમાજને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ‘વેક્સીનેસન’ બાબતે જાગૃતિ કેળવી સમયસર વેકસીનના બન્ને ડોઝ લઈને પોતાને, તથા પોતાના પરિવારજનોને સુરક્ષિત કરવાની અપીલ સાથે, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડયાએ “કોરોના” સામેના જંગમાં પ્રજાકીય શિસ્ત અને સરકારની માર્ગદર્શક સૂચનાઓના અક્ષરશ; પાલન કરવાના અનુરોધ સાથે, ૭૫મા સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. “કોરોના”ના સંક્રમણની દહેશત વચ્ચે ખુબ જ સંયમપૂર્વક યોજાયેલા “સ્વતંત્રતા દિવસ ઉજવણી કાર્યક્રમ” દરમિયાન ડાંગ જિલ્લામા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યાએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ, પરેડ નિરીક્ષણ કરી પ્રજાજોગ ઉદબોધન કર્યું હતું. “જાન ભી, ઓર જહાન ભી”ના સુત્રને ચરિતાર્થ કરવાના સહિયારા પ્રયાસોની હિમાયત કરતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ડાંગ જિલ્લાની વિકાસકૂચની ટૂંકમાં ઝાંખી રજુ કરી હતી.

દરમિયાન ડાંગ જિલ્લાની હથિયારી પોલીસ ટુકડી, ફોરેસ્ટ ફોર્સના જવાનો, હોમગાર્ડ યુનિટ, ગ્રામ રક્ષક દળ, અને પોલીસ બેન્ડ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજુ કરવામાં આવી હતી. આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે દેશભક્તિ ગીતોના સંગીતે વાતાવરણને જોમવંતુ બનાવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ડાંગના શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓ, અને આરોગ્ય વિભાગના ફ્રન્ટલાઈન “કોરોના વોરીયર્સ”નુ કલેકટર શ્રી પંડયા દ્વારા જાહેર સન્માન, અભિવાદન કરાયુ હતુ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયુ હતુ. સ્વતંત્રતા દિવસે કલેકટરશ્રીના હસ્તે આહવા, સુબિત તથા વઘઈ તાલુકાના વિકાસ માટે ફાળવાયેલા વિશેષ અનુદાનના ચેકો પણ અર્પણ કરાયા હતા.

ડાંગ પોલીસના જવાનો દ્વારા ૨૧ રાયફલની સલામી સાથે હર્ષ ધ્વની કરી, રાષ્ટ્રધ્વજને બાઅદબ સલામી આપવામા આવી હતી. કલેક્ટરશ્રી એ ઝરમર ઝરમર વરસતા વરસાદમા ખુલ્લી જીપમા પરેડ નિરીક્ષણ કરી સૌનું અભિવાદન ઝીલ્યુ હતુ કાર્યક્રમમા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિતના જનપ્રતિનિધિઓ માજી રાજ્વીશ્રી, નગરજનો, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી અર્પી હતી. ડાંગ જિલ્લાના ૭૫મા સ્વતંત્રતા દિવસ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લાના મહેસુલી અધિકારીઓ નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીત, પ્રાંત અધિકારી કાજલ ગામીત તથા તેમની ટીમ, જિલ્લા પંચાયતના વડા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, અને સમગ્ર જિલ્લા પંચાયતની ટીમ, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા અને તેમની ટીમ, વન અધિકારી શ્રી રોહિત ચૌધરી તથા તેમની ટીમ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ અને સંદીપભાઈ પટેલે સેવા આપી હતી

Share this Article
Leave a comment