(મનિષ બહાતરે, અશ્વિન ભોયે) , વઘઈ નજીક આવેલ બોરપાડા ગામે પશુઓનો શિકાર કરતો દીપડો આખરે પાંજરે પુરાતા લોકોમાં હાશકારો થયો,
બોરપાડા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો ,આસપાસના ગામોમાં ગાય અને બકરી નો શિકાર પણ કર્યો હતો, લોકો અને પશુઓની સાવચેતીને કારણે વન વિભાગ દ્વારા ગામના જંગલ વિસ્તારમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.
જ્યાં આજે વહેલી સવારે દીપડો શિકારની લાલચમાં શિકાર કરવા જતાં અંતે દીપડો પાંજરે પુરાવો હતો, દીપડો પાંજરે પૂરતા ગ્રામવાસીઓ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો પાંજરે પુરાયો છે તેવી વાત બહાર આવતા દીપડાને જોવા માટે ગ્રામવાસીઓનું ટોળું એટઠું થઈ ગયું હતું, જોકે દીપડાને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે.