સુરતઃશનિવારઃ- સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના નાના વરાછા ગામ વિસ્તારને સીટી સર્વેમાં દાખલ કરવા માટે ઈન્કવાયરીટ અધિકારી ૧૫ ગામ સુરત શીટ નં.૮ તપાસણી રજીસ્ટર નં. ૪,૮,૧૩,૧૫ તથા શીટનં.૧૬ના તપાસણી રજી.નં.૩ અને ૧૧ તેમજ શીટ નં.૧૭ના તપાસણી રજી.નં.૧૧ અને સીટનં.૨, ૨/બના રજીસ્ટર નં.૦૨, ૧૫ ઉપરાંતત શીટ નં.૧૫ના તપાસણી રજીસ્ટરનંર ૧,૮,૧૨,૧૪નું રેકર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ઈન્કવાયરી અધિકાીર ૧૫ ગામ, સુરતની કચેરી જુની લાલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પ્રમોલગેશનને તા.૧૫/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૦૦થી સાંજના ૪.૦૦ વાગે કચેરી ખાતે પ્રમાણિત કરવામાં આવશે.
આ નવીન તૈયાર રેકર્ડ, પ્રોપર્ટી કાર્ડ, નકશા અને અન્ય રેકર્ડ સામે કોઈ જમીન ધારકોને વાંધો/હરકત હોય તેઓ જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીમાં કચેરી ખાતે વાંધો રજુ કરી શકશે. તેમ જમીન દફતર કચેરીના નાયબ નિયામક શ્રી કે.પી.ગામીત દ્વારા જણાવાયું છે.
નાના વરાછા ગામ વિસ્તારની સિટી સર્વેની કામગીરી પૂર્ણ – માપણી બાબતે વાંધાઓ હોય તો રજુ કરી શકાશે
Leave a comment