તાપી: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – ગુજરાત એ સરકાર માન્ય શિક્ષકોના હિત માટે કાર્ય કરતું સંગઠન છે. જેના ધટક જિલ્લા તાપી સાથે સંલગ્ન ઉચ્છલ તાલુકામાં નૂતન કારોબારી રચનાનો કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષ અર્જુનભાઈ ગામીત ની અધ્યક્ષતામાં યોજાયો હતો. સૌપ્રથમ મહામંત્રી અશોકભાઈ ચૌધરી એ સંગઠનના ઉદેશયો અને ભૂમિકા ની જાણકારી આપી હતી.જિલ્લા સંગઠન મંત્રી જયંતીભાઈ કોકણી શિક્ષક સંગઠનની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ અર્જુનભાઈ ગામીતએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પર ભાર મૂકી અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં નીચે મુજબ ની ઉચ્છલ તાલુકા ની જવાબદારીઓની સર્વાનુમતે સોંપવામાં આવી જેમાં અધ્યક્ષ તરીકે રણજીતભાઇ ગામીત,મંત્રીશ્રી, કલ્પેશભાઈ ચૌધરી અને સંગઠન મંત્રી- દાનિયેલ ભાઈ વળવી ના નામોની ઘોષણા કરવામાં આવી હતી.થ