હરનિશભાઈ ગામીત દ્વારા
તાપી જિલ્લાના વ્યારા ખાતે નેશનલ કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન ગુજરાત રાજ્યના NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ અને પ્રદેશ NCP પ્રમુખ જયંતભાઈ પટેલ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કર્યું હતું. રેશ્માબેન પટલે તાપી જિલ્લાની આવનારી સ્વરાજની ચૂંટણીમાં NCP ની શું રણનીતિ રેહશે તે અંગે માહિતી આપી હતી. વધુમાં તેઓએ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામ ખાતે નવનિર્મિત વેદાંત કંપની થી લોકોના આરોગ્ય પર નુકસાન થવા બાબતે ચિંતા દર્શાવી કંપની નો વિરોધ વ્યકત કર્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી મદન ચૌધરી તેમજ તાપી જિલ્લાના NCP પ્રમુખ પિલાજીભાઈ ગામીત સાથે મોટી સંખ્યામાં NCP ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.