વ્યારા તા.૧૦ઃ એ.આર.ટી.ઓ.વ્યારા દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓકશન શરૂ કરવામાં આવેલ છે. એ.આર.ટી.ઓ.કચેરીમાં મોટર સાયકલ (2 WHEELER ) માટેના નંબર માટેની નવી સીરીઝ GJ-26-AC (AUCTION) માટે શરૂ કરવામાં આવનાર છે. ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનું http://parivahan.gov.in//fancy પર ઓન લાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઇ શકશે.
વાહન માલિકો તા.૧૨/૧૨/૨૦૨૦ સુધી AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૧૩/૧૨/૨૦૨૦ થી તા.૧૫/૧૨/૨૦૨૦ ( ૦૩.૩૦ બપોર સુધી) ઈ-ઓકશન બીડીંગ ઓપન થશે. તા.૧૬/૧૨/૨૦૨૦ થી દિન-૩ માં બિડીંગમાં સફળ રહેલ અરજદારોએ તેઓના ફોર્મ એ.આર.ટી.ઓ.કચેરીમાં જમા કરાવવાના રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબસાઈટ ઉપર જઈને સી.એન.એ.ફોર્મ વાહન ખરીદીના સાત (૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ એ.આર.ટી.ઓ.વ્યારા જિ.તાપીની અખબાર યાદીમાં જણાવાયું છે.
તાપી જિલ્લામાં ટુ વ્હીલર વાહન પસંદગીના નંબર માટે ઈ-ઓકશન શરૂ
Leave a comment