ડાંગ જિલ્લા બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી સામે ” મોંઘવારી ગરીબો પર ભારી “ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

adminpoladgujarat
2 Min Read

અશ્વિન ભોયે.ડાંગ

જનતા પરેશાન છે પણ સરકારના પેટ નું પાણી પણ હાલતું નથી અને જોવા જઈએ તો આ ભોળી અને અણસમજુ પ્રજા એ સરકાર ના ખભે ખભો મિલાવી કોરોના જેવી ઘાતક બીમારી સાથે બાથ ભીડી અને મહદ અંશે સફળતા પણ મેળવી છે , કોરોના કાળ માં લોકો ના જીવન અને મરણ ના પ્રશ્નો નિર્માણ થવા પામ્યા હતા છતાં સરકાર ના તમામ ગાઈડ લાઇન અને નીતિ નિયમો નું પાલન કર્યું અને આ વિકાસ શીલ સરકાર દ્વારા ગરીબો ના માથે દરરોજ મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓ ઉભી થઈ છે જયાં આજે દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ૧૦૦ને પણ વટાવી ગયા છે , તાત્કાલિક પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવા અને એક્સાઈઝ ડયુટી ઓછી કરવાની માગણી કરવામાં આવી છે. છેલ્લા બે વરસમાં કોરોના માં લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે અને મધ્યમવર્ગનું આર્થિક આયોજન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તે માટે સરકારની આર્થિક નીતિઓ જવાબદાર હોવાનુ જણાવ્યું , “મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી ” “મોદી સરકાર હાય હાય ના નારા” સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, આ વિરોધ થકી સરકાર ને અનુરોધ કર્યો કે તાત્કાલિક ધોરણે મોંઘવારીમાં ઘટાડો થાય તે માટેનાં પગલાં ભરવાની માગણી કરવામાં આવે . વિરોધ પ્રદર્શન માં બ.સ.પા પ્રમુખ મહેશ ભાઈ આહિરે,સુબિર તાલુકા બ.સ.પા પ્રમુખ ઈશ્વર ભાઈ અને કાર્યકરોની પોલીસ વિભાગ દ્વારા અટકાયત કરી હતી.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 1 =

Exit mobile version