ડાંગ જિલ્લામા તા.૩૦/૪/૨૦૨૧ સુધી “કોવિડ-૧૯” અંતર્ગતની પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, માર્ગદર્શિકાઓની મુદ્દત લંબાવાઈ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

આહવા: તા: ૨: નોવેલ કોરોના વાઇરસ Covid-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામા આવેલ છે. સમગ્ર દેશમા નોવેલ કોરોના વાઇરસ Covid-19ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી, The Disaster Management Act, 2005 અન્વયે ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા.૨૭/૧/૨૦૨૧ના હુકમ, તેમજ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૩૦/૧/૨૦૨૧ના હુકમ સહિતના વિવિધ જાહેરનાનાઓ, અને હુકમો દ્વારા સમયાંતરે Surveillance, Containment, અને Covid-19 ના સંક્રમણને રોકવા માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામા આવી છે. જેનો ચુસ્તપણે અમલ કરવા માટે National Disaster Management Authority ના નિર્દેશો અનુસાર આ માર્ગદર્શિકાઓની મુદ્દત તા.૩૦/૪/૨૦૨૧ સુધી લંબાવવામા આવી છે.

તદનુસાર સમગ્ર ડાંગ જિલ્લામા પણ વખતોવખતની આ માર્ગદર્શિકાઓની સમયમર્યાદા તા.૩૦/૪/૨૦૨૧ના ૨૪. ૦૦ કલાક સુધી લંબાવવામાં આવી છે.

કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમા આ માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અંગેના હુકમોની અવધિ પણ તા.૩૦/૪/૨૦૦૨ ૧ના ૨૪-૦૦ કલાક સુધી લંબાવવામા આવેલ છે. ઉપરાંત આ અગાઉના જાહેરનામાની અન્ય તમામ જોગવાઇઓ યથાવત રાખવામાં આવેલ છે. આ માર્ગદર્શિકાઓનુ ચુસ્તપણે પાલન કરવાની સૂચના પણ જારી કરવામા આવી છે.

કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા other congregation/large gathering સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૩૦/૧/૨૦૨૧ના હુકમમા દર્શાવેલ સૂચનાઓ પૈકીની અમુક અગત્યની માર્ગદર્શિકાઓ નીચે મુજબ છે.

(૧) લગ્ન/સત્કાર જેવા પ્રસંગો સંબંધમા ખુલ્લા સ્થળો/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦% થી વધુ નહી, પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ પ્રસંગનું આયોજન કરી શકાશે. આ અંગે ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat gov.in) પર Online Registration for Organizing Marriage Function નામના software પર Online અરજી કરવાની રહેશે.

(૨) મૃત્યુ બાદની અંતિમ ક્રિયા, ધાર્મિક વિધિમા મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

(૩) હોલ, હોટેલ, બેંકવેટ હોલ, રેસ્ટોરેટ, ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે બંધ સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા other congregation/large gathering નુ સ્થળની ક્ષમતાનો ૫૦ ટકાની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

(૪) જ્યારે પાર્ટી પ્લોટ,ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા other congregation જ્યારે આયોજન કરવામા આવે ત્યારે ગુજરાત રારકારના તા.૩૦/૧/૨૦૨ ૧ના હુકમના પારા-૩(૩)(બી)મા દર્શાવેલ બાબતોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

(૫) ધાર્મિક સ્થળો, હોટેલ અને રેસ્ટોરન્ટ, આતિથ્ય એકમો, શોપિંગ મોલ, કચેરીઓ સંદર્ભમાં ભારત સરકારના કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કયાણ મંત્રાલયના તા.૪/૬/૨૦૨૦ના હુકમથી બહાર પાડવામા આવેલ SOP તથા ધાર્મિક સ્થળો બાબતે ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૭/૬/૨૦૨૦ ના હુકમથી બહાર પાડવામાં આવેલ SOP નું ચુરતપણે અમલ કરવાનો રહેશે.

Share this Article
Leave a comment