ડાંગ જિલ્લામા ચાલી રહેલા પ્રવાસન પ્રોજેક્ટના કામોની સમીક્ષા સાથે કલંબ ડુંગર, અંજન કુંડ અને બરડા ડુંગર જેવા સ્થળોના વિકાસ માટે તજવીજ હાથ ધરાઈ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા; તા; ૮; ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસમા જુદા જુદા વિભાગના અમલીકરણ અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરી પ્રજાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અપીલ, ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે કરી છે.કલેક્ટરશ્રી, ડાંગના અધ્યક્ષપદે તેમની ચેમ્બરમા યોજાયેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમા માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ વન વિભાગ હસ્તકની સાકરપાતળ રેંજના કાર્યવિસ્તારમા આવેલા કલંબ ડુંગર , તથા ગલકુંડ રેન્જના અંજન કુંડ, અને બરડા ડુંગરને પરીસરીય પ્રવાસન ધામ તરીકે વિકસાવવા અંગેની દરખાસ્તને રાજ્ય કક્ષાએ મોકલવાની તજવીજ હાથ ધરી હતી.આ ઉપરાંત દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વઘઈ સ્થિત વિખ્યાત બોટાનિકલ ગાર્ડન ખાતે કેક્ટસ હાઉસ તૈયાર કરવા સહીત ગીરાધોધ, અને ગીરમાળ ધોધ પાસેના સી વ્યૂ ના તબક્કાવાર વિકાસ અંગે પણ ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે જિલ્લામા ચાલી રહેલા જુદા જુદા પ્રવાસન પ્રોજેક્ટના કામોની પ્રગતિની સમીક્ષા સાથે, બાકી સી.સી. અને યુ.ટી.સી અંગે પણ ચર્ચા હાથ ધરી હતી.ડાંગ જિલ્લા પ્રવાસન સમિતિની આ બેઠકમા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહીત સમિતિ સભ્ય શ્રી બાબુરાવ ચૌર્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, પ્રવાસન નિગમના મેનેજર શ્રી રાજેન્દ્ર ભોસલે, માર્ગ મકાન વિભાગના નાયબ ઈજનેર શ્રી એમ.આર.પટેલ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી, ચર્ચામા ભાગ લીધો હતો.

Share this Article
Leave a comment