આહવા: તા: ૧૧: આજે ડાંગ જિલ્લામા નવા એક કેસ સાથે જિલ્લામા “કોરોના”ના કુલ ૨૬૭ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી આજે છ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જ્યારે આજની તારીખે જિલ્લામા ૫૪ એક્ટિવ કેસો રહેવા પામ્યા છે.ડાંગ જિલ્લામા “કોરોના”ની સ્થિતિ અંગે વિગતો આપતા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. સંજય શાહે જણાવ્યુ હતુ કે, જિલ્લામા આજે એક દર્દીનુ કોરોનાને કારણે મૃત્યુ નોંધાતા અહીંયા કુલ ૩ મૃત્યુ નોંધાઇ ચુક્યા છે.
આજે આહવા તાલુકાના લહાન દભાસ ગામના ૬૨ વર્ષિય બુઝુર્ગનુ અવસાન નોંધાયુ છે.આજની તારીખે ૩૯ દર્દીઓ હોમ આઇસોલેશનમા રખાયા છે. જ્યારે ૧૩ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, અને ૨ દર્દીઓ ડિસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે રાખવામા આવ્યા છે.જિલ્લામા જુદા જુદા ૬૦ “કન્ટેઈનમેન્ટ ઝોન” મા ૨૭૭ ઘરોને આવરી લઈ ૧૨૩૩ લોકો, અને ૫૭ “બફર ઝોન” મા ૪૨૬ ઘરોના ૧૮૫૩ લોકોને “કવોરંટાઈન” કરાયા છે.કોરોના સંક્રમણ ને રોકવા માટે પ્રજાજનોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ સાથે ફેસ માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરવા, અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ ડો.સંજય શાહે અનુરોધ કર્યો છે.
–
ડાંગ જિલ્લામા આજે છ દર્દીઓ સારા થયા : એક નવો કેસ નોંધાયો : એક મૃત્યુ સાથે ડાંગમા કુલ ત્રણ મૃત્યુ
Leave a comment
Leave a comment