ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા તકેદારી આયુક્ત શ્રીમતી સંગીતા સિંઘે “સતર્કતા સપ્તાહ” ઉજવણીનો અભિગમ સ્પષ્ટ કર્યો

adminpoladgujarat
4 Min Read

જિલ્લા લાંચ રુશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠકમા તકેદારી આયુક્તશ્રીનુ પ્રેરક માર્ગદર્શન ;

આહવા; તા; ૨૮; ગત તા.૨૭ ઓક્ટોબર થી ૨ ઓક્ટોબર ૨૦૨૦ સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમા યોજાયેલા “સતર્કતા સપ્તાહ” ની ઉજવણી અને તેના હેતુનો ખ્યાલ આપતા ગુજરાત તકેદારી આયુક્ત શ્રીમતી સંગીતા સિંઘે સાંપ્રત સ્થિતિમા આયોજિત જિલ્લા સતર્કતા સમિતિની ભૂમિકા ઉપર ભાર મુક્યો હતો.

આ અંગે શ્રીમતી સિંઘે આ સમિતિના કાર્યો અને જવાબદારી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરતા સમિતિના ગઠન, તેની ભૂમિકા, સમિતિના સભ્યોની જવાબદારીઓ, સંમિલિત વિભાગોના પ્રતિનિધિઓ, સમિતિના સભ્યોની નિમણુક જેવી બાબતે વિસ્તૃત છણાવટ કરી ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યુ હતુ.

લોકાભિમુખ વહીવટ અને સત્તાના વિકેન્દ્રીકરણ જેવી બાબતે સમજ આપતા આયુકતશ્રીએ ડીજીટલ ઇન્ડીયાના ભાગરૂપે મોટાભાગની સેવાઓ જયારે ડીજીટલ સ્વરૂપે પૂરી પાડવામા આવી રહી છે, ત્યારે દરેક ક્ષેત્રની કામગીરી ઉપર ચોક્કસ નિરીક્ષણ એ પ્રિવેન્ટીવ વિજીલન્સ માટે ખુબ જરૂરી છે, તેમ જણાવ્યુ હતુ. જિલ્લા કક્ષાએ વિજીલન્સ ક્ષેત્રે થઇ રહેલી શ્રેષ્ઠ કામગીરીનો સમાવેશ કરીને ન્યુઝ લેટર્સ, અને બુકલેટ માટે માહિતીનુ આદાનપ્રદાન થાય તે જરૂરી છે તેમ જણાવતા શ્રીમતી સંગીતા સિંઘે લોકાભિમુખ વહીવટ માટે પ્રિવેન્ટીવ વિજીલન્સ સંદર્ભે જરૂરી ટ્રેનીંગ મોડ્યુલ અંગે પણ માર્ગદર્શન આપ્યુ હતુ.

ગુજરાત તકેદારી આયુક્ત દ્વારા આગામી દિવસોમા હાથ ધરાનારા નવન અભિગમનો ખ્યાલ આપી શ્રીમતી સંગીતા સિંઘે જિલ્લાની “કોરોના” ની સ્થિતિ બાબતે જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવી, જિલ્લા લાંચ રુશ્વત અને વિરોધી અને તકેદારી સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા હાથ ધરી હતી. તેમણે જિલ્લા અને તાલુકા સહીત ગ્રામ્ય સ્તરે પૂરી પડાતી સેવાઓની વિગતો પણ આ વેળા મેળવી હતી. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કાયદામા થયેલા સુધારા-વધારા બાબતે તૈયાર કરાયેલા સાહિત્ય, બુકલેટ વ્યાપક જનસમુદાય સુધી પહોંચે તેવી પણ તેમને આ બેઠકમા અપીલ કરી હતી. તકેદારી આયુક્તશ્રીએ જિલ્લાના મુખ્ય વિભાગો દ્વારા પ્રિવેન્ટીવ વિજીલન્સ માટે હાથ ધરાયેલા પગલાઓની પણ વિગતો મેળવી હતી.

દરમિયાન તકેદારી આયોગના નાયબ સચિવ શ્રી બી.એમ.પટેલે આયોગની કામગીરી સહીત જિલ્લા તકેદારી સમિતિ પાસેથી આયોગની અપેક્ષાઓ બાબતે વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. આયોગની સ્થાયી સુચનાઓનો ખ્યાલ આપતા શ્રી પટેલે પ્રત્યેક ત્રિમાસિક સમયગાળામા જિલ્લા કક્ષાની બેઠકો યોજાઈ તે સુનિશ્ચિત કરવા, અને આ બાબતે નિભાવવાના થતા રજીસ્ટરો, આયોગને મોકલવાના અહેવાલો, તપાસ માટેના કેસો સંદર્ભે હાથ ધરવાની કાર્યવાહી જેવા મુદ્દે વિસ્તૃત વિગતો આપી હતી.

આયુક્તશ્રી દ્વારા નવી પહેલના ભાગરૂપે ઈ ન્યુઝ લેટર્સ તૈયાર કરવાનો અભિગમ અપનાવ્યો છે, જેના માટે આ અંગેની જિલ્લાની વિગતો સમયસર મોકલી આપવાનો અનુરોધ કરતા નાયબ સચીવશ્રીએ આયોગ તરફથી મળતી વખતોવખતની સુચનાઓ બાબતે વિશેષ તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી.

રાજ્યના તકેદારી આયુક્ત તરીકે શ્રીમતી સંગીતા સિંઘની નિયુક્તિ બાદ જિલ્લાની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે જિલ્લા વહીવટી તંત્ર વતી તેમનુ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતુ. કલેકટરશ્રીએ જિલ્લાની પ્રાથમિક માહિતીથી પણ આયુક્તશ્રીને અવગત કરાવ્યા હતા. જિલ્લામા હાથ ધરાતા વિવિધ વિકાસ કામો અને જનસમુદાય માટેની જુદી જુદી સેવાઓ બાબતે જિલ્લાના અધિકારીઓ માટે સમય મર્યાદામા અને ગુણવત્તાલક્ષી કામગીરી માટેનો સિદ્ધાંત અમલી બનાવ્યો છે તેમ જણાવતા કલેકટરશ્રીએ જુદા જુદા સર્વિસ પ્રોવાઇડર વિભાગોની સેવાઓ માટે જિલ્લા/તાલુકા કક્ષાની ટીમનુ ગઠન કરવામા આવ્યુ છે, તેમ જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમા ગુજરાત રાજ્ય તકેદારી આયોગના નાયબ સચિવ શ્રી બી.એમ.પટેલ, એન્ટી કરપ્શન બ્યુરો-સુરતના નાયબ નિયામક શ્રી સરવૈયા, ડાંગના નાયબ વન સંવરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જી.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત સહિતના જિલ્લા કક્ષાના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો. બેઠકની કાર્યવાહી નોંધ નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે સંભાળી હતી.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × four =

Exit mobile version