આહવા: તા: ૧૪ : ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી એસ.ડી.ભોયે દ્વારા જારી કરાયેલા હુકમો અનુસાર ડાંગ જિલ્લાની ત્રણ જેટલી સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાના થયેલા અંતિમ હુકમ મુજબ તેમની નોંધણી રદ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની (૧) શ્રી મહિલા સંચાલિત ચનખલ દૂધ ઉત્પાદક સ.મંડળી લી., મુ.પો.ચનખલ, તા.આહવા, જિ.ડાંગ, (૨) શ્રી મહિલા સંચાલિત બર્મ્યાવડ દૂધ ઉત્પાદક સ.મંડળી લી. બર્મ્યાવડ, તા.આહવા, જિ.ડાંગ, તથા (૩) શ્રી મહિલા સંચાલિત બોરદહાડ દૂધ ઉત્પાદક સ.મંડળી લી. બોરદહાડ, તા.વઘઈ, જિ.ડાંગની નોંધણી ગુજરાત સહકારી મંડળીઓના કાયદાની કલમ-૨૦ અન્વયે રદ કરવામાં આવી છે.
–