ડાંગ જિલ્લાના વાહન માલિકોને પસંદગીના નંબરો મેળવવાની તક

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

र આહવા; તા; ૨૭; સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, આહવા, જિ.ડાંગ દ્વારા જિલ્લાની મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ કરવામાં આવેલ છે.

મોટર સાયકલ (બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો) માટે નંબર GJ30E, GJ30C તથા GJ30A ઉપરાંત (મોટર કાર) સીરીઝમા ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ઓનલાઈન AUCTION શરૂ કરવામાં આવેલ છે. જે અંગે ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http/privahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી આ AUCTIONમા ભાગ લઇ શકાશે.

આ માટે (૧) તા.૩૦/૩/૨૦૨૧ થી ૩૧/૩/૨૦૨૧ ના રોજ AUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે, અને ઍપ્લીકેશન કરવાની રહેશે. (૨) તા.૧/૪/૨૦૨૧ના સમય ૧૨ કલાકથી સાજે ૬ કલાક સુધી AUCTION માટેનું BIDDING થશે. (૩) અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખ થી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઇએ. વેલીડ CAN ફોર્મ રજૂ નહીં કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. (૪) હરાજીની પ્રકીયા પુર્ણ થયાના ૫ દિવસમા નાણા જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમય મર્યાદામા નાણા ચુકવવામા નિષ્ફળ જાય તો જે તે નબર માટે મુળ ભરેલી રકમ જપ્ત કરી, જે તે નંબરની ફરી હરાજી કરવામા આવશે. ઓનલાઈન AUCTION દરમ્યાન અરજદારે RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાના રહેશે. નોંધ ; વાહનના સેલ લેટરમા સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમા ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

Share this Article
Leave a comment