ડાંગ જિલ્લાના યુવાનોને “ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ” મેળવવાની સ્વર્ણિમ તક

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા; તા; ૧૪; રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે “ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ” આપવાનુ નક્કી કરેલ છે. જે અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતા, અને ગુજરાતના મુળ વતની હોય તેવા યુવાઓ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા. અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હોય (જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાઓ અભિયાન, પ્રદુષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળ પોષણ અભિયાન) તથા રાજ્ય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફલેગશીપ કાર્યક્રમોમા બિરદાવી શકાય તેવા ઉત્તમ કાર્ય કરેલ હોય તેવા યુવાનો “ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ” માટે અરજી કરી શકે છે. અરજદારે પોતાના બાયોડેટા સાથે ઉત્કૃષ્ઠ કામગીરી અંગેના પુરાવા તથા તે અંગેનાં ફોટોગ્રાફ તારીખ ૧૯/૧૨/૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી (પોતાનાં જિલ્લાનું પુરૂ સરનામું લખવું) ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જીલ્લા રમતગમત અધિકારીની કચેરીનો કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે.

Share this Article
Leave a comment