સુરત : નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૧ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “બી” ડીવીઝન સુરત શહેર નાઓની સુચનાથી,પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર વી.એ.જોગરાણાનાઓની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. હરાપાલસિંહ સી.મસાણી નાઓની આગેવાનીમા તથા પો.સ.ઇ. એચ.આર.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા સી ટીમના પોલીસ માણસો સાથે આજરોજ બુધવારે ૧૨:૩૦ વાગ્યના સુમારે ત્રણ બાળકીઓ નામે કોમલ દેવ યાદવ ઉ.વ- ૧૧ વર્ષ, ખુશી પ્રતાપ યાદવ ઉ.વ- ૦૮ વર્ષ તથા દિવ્યા ધર્મેન્દ્ર પાલ ઉ.વ- ૦૭ વર્ષ નાઓ પ્લોટનં-૨૨ કીષ્ણાનગર-૦૨ લીંબાયત સુરત પોતાના ઘરના બાજુમાં આવેલ કરીયાણાની દુકાન પર નમક લેવા માટે ગયેલ ત્યાથી ગુમ થયેલ હોય
જેઓને શોધી કાઢવા અલગ-અલગ ટીમો (૧) સર્ચ ટીમ (ર) સી.સી.ટી.વી કેમરા ટીમ (3) હ્યુમન રીસોર્સિસ ટીમ (૪) સોશ્યલ મીડીયા અને ટેકનીકલ ટીમ (૫) અલગ-અલગ વિસ્તારોમા તથા રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન તપાસ ટીમો બનાવી ગુમ થયેલ ત્રણેય બાળકીઓ ને શોધી કાઢવા વર્ક આઉટ શરૂ કરેલ અને આ વિસ્તારમાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામા રહેતા હોય તેઓના સામાજીક આગેવાનોના વોટ્સેપ ગ્રુપમા ગુમ થયેલ બાળકીઓના ફોટા તથા વિગત મોકલી આપેલ જેના કારણે સોશ્યલ મીડીયાના માધ્યમથી ત્રણેય બાળકીઓ ગોડાદરા વિસ્તારમાં આવેલ સાંઈધામ સોસાયટી ખાતેથી સહી સલામત મળી આવતા તેમના વાલી-વારસ નાઓને સોપી પ્રસંશનીય કામગીરી કરેલ છે.