કોવીડ 19 ના નિયમોનું ભંગ કરેલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા માંગરોળ તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપ્યું

adminpoladgujarat
2 Min Read

સુરત જિલ્લા ના મગરોલ તાલુકા ખાતે તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ના દોસવાડા ગામે આદિવાસી ના લોકલાડીલા માજી ધારસભ્ય કાંતિભાઈ ના પોત્રી ના સગાઈ પ્રસંગે સ્વાવલંબન ઉમટી પડેલા લોકો ના ભીડને લઈ ને વહીવટી તંત્ર દ્વારા કોરોના ના નીતિ નિયમ નું ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી ધરપકડ કરવા માં આવી છે જેમાં આદિવાસી સમાજ સાથે ભેદભાવ ની નીતિ રાખવા માં આવી છે તે બાબતે માંગરોળ તાલુકા ના મામલદાર શ્રી ના એવદન પત્ર આપવા માં આવ્યું છે

આદિવાસી સમાજે જણાવવા નું હતું કે.આ અગાઉ ચૂંટણી વખતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જમકે ભાજપાની રેલીઓ માં હજારો લોકો ભેગા થયેલા હતા ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોવિડ 19 ના તમામ નિયમો નું સરેઆમ ઉલ્લઘન થયું હતું .તેમજ બિહાર ની અને ડાંગ જિલ્લા ના ધારાસભ્ય ની ચૂંટણી માં પણ હજારો લોકો ભેગા થયેલા ને કોવીડ 19 ના ગાઈડ લાઈન નું ઉલધન થયલું જોવા મળ્યું હતું .અને થોડા સમય પહેલા કોગ્રેસ ના ચાણક્ય ગણાતા શ્રી અહમદ પટેલ ની અંતિમ યાત્રા માં પણ હજારો લોકો ની ભીડ જોવા મળી હતી છતાં તેમને કેમ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કાર્ય વહી કરવામાં ના આવી હોવાથી તંત્ર ની બેવડી નીતિઓ સ્પષ્ટ પ્રમાણે જણાય આવે છે અને આદિવાસી સમાજ માં સ્વયમ્ ભુ લોકોની હાજરી વખતે વહીવટી તંત્ર દ્વારા કરોનામાં નિયમો ના ભંગ બદલ ગુનો દાખલ કરવા માં આવે છે.જે સ્પષ્ટ પણે આદિવાસી સમાજ ને અન્યાય થયો હોઈ તેવું જણાય આવે છે. જેથી બધા ને સમાન કાયદો છે તો બધાને જ લાગુ પડે છે છતાં ઘણા નેતા કરોના ના નીતિ નિયમો નું ઉલંઘન કરેલ છે. તેઓ માટે કોઈ પણ કાર્યવાહી કરવા માં આવી નથી .જે તેઓ પર કાયદેસર ની કાર્ય વહી કરવા માં ના આવે તો આદિવાસી સમાજ દ્વારા યોગ્ય કાયદેસર રીતે આંદોલન કરવા ની ચીમકી આપી હતી જે ની જવબદારી વહીવટી તંત્ર ની રહસે તેમ જણાવવા માં આવ્યું હતું.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 4 =

Exit mobile version