ઓનલાઈન યોગાસન તાલીમ શિબિર ૨૫ ડિસેમ્બર થી ૨૦ જાન્યુઆરી સુધી યોજાશે

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

 આહવા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ડાંગ દ્વારા તારીખ ૨૫/૧૨/૨૦૨૦ થી ૨૦/૦૧/૨૦૨૧ સુધી ડાંગ જિલ્લા યોગ કોચ દ્વારા યોગાસન અંગેની તાલીમ આપવામાં આવશે. જિલ્લા માંથી ૧૮ થી ૩૫ ની વય ધરાવતા કુલ ૧૦૦ સંખ્યા મર્યાદામાં શિબિરાર્થિઓ ભાઈઓ તેમજ બહેનો ભાગ લઇ શકશે. શિબિરમાં ભાગ લેવા માટેનો ફોર્મ ભરી તારીખ ૨૩/૧૨/૨૦૨૦ સુધી જિલ્લા રમત ગમત અધિકારીશ્રી રમત ગમત કચેરી, આહવા ડાંગ આશ્રમ રોડ ડાંગ કલબ આહવા ખાતે મોકલવાનુ રહેશે. ફોર્મ રમત ગમત કચેરી આહવા ડાંગ, અથવા dsodang13@gmail.com પર મોકલી શકાશે. ફોર્મ સાથે આધાર કાર્ડ તથા બેંક પાસબુકની નકલ જોડવાની રહેશે.
યોગ તાલીમ શિબિરમાં ભાગ લેનાર પરિક્ષામાં ક્રમ૧ થી ૧૦ માં પાસ થનાર શિબિરાર્થિઓને રૂપિયા ૨૫૦૦ લેખે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. અરજી ફોર્મ જિલ્લા રમત ગમત કચેરી આહવા ડાંગ ખાતેથી મળશે.

Share this Article
Leave a comment