ગુજરાત રાજ્યમાાંથી નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા કરવામાાં આવતા સતત પ્રયત્નો અને કાર્યવાહી અંતર્ગત આજરોજ વહેલી સવારે એ.ટી.એસ.ના પોલીસ
ઇન્સસ્પેક્ટર ચેતન આર. જાદવ નાઓને ગુપ્ત રાહે બાતમી હકકકત મળેલ કે લુધિયાણા (પંજાબ)થી બે ઇસમો મુમ્બઇ પાસીંગની વેગન-આર ગાડી નં. MH-04-HN-5071 માાં ગેરકાયદેસર ચરસ લઈ પાલનપુર ટોલ નાકા પાસે મલાણા ગામ નજીક આવેલ મહાકાલ હોટલ ઉપર આવવાના છે જેથી આ
બાતમી અંગે એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર જાદવ તથા પો.સ.ઇ. ધવનોદ ભોલા તથા પો.સ.ઇ. ધમતેષ ત્રીવેદી
નાઓની ટીમ પાલનપુર-આબુ હાઇવે ઉપરના, પાલનપુર ટોલ નાકા પાસે મલાણા ગામ નજીક આવેલ મહાકાલ હોટલ પાસે વોચમાં રહેલ હતી આ દરમ્યાન ઉપરોક્ત બાતમી અને નંબર વાળી વેગન-આર કાર ત્યાં આવતા તુરત જ તેને કોડયન કરી તેની પંચો તથા એફ.એસ.એલ. રૂબરૂ ઝડતી કરતા તેની પાછળની સીટમાં સફરજનના ખોખા પાસે રહેલ અને સેલોટેપથી પેક કરેલ સફેદ પ્લાસ્ટીકના થેલામાં સંતાડેલ માદક પદાર્થ મળી આવેલ જે પંચો તથા એફ.એસ.એલ. રૂબરૂ ચકાસતા પ્રાથમિક દ્રષ્ટીએ
ચરસ હોવાનુા જણાઇ આવેલ જેથી સ્થાનિક એસ.ઓ.જી.ના માણસોને બોલાવી સદર ચરસનુ વજન કરતાં અંદાજે ૧૬.૭૫૩ કીલોગ્રામ જેટલું જણાઇ આવેલ છે જેની બજાર કકિંમત રૂ. ૧,૦૦,૫૧,૮૦૦/- (એક કરોડ બે લાખ) જેટલી છે. કારમાંથી મળી આવેલ બે ઇસમોના નામ ઠામ પૂછતાાં તેઓના નામ ૧.)
ફકહમ સ/ઓ અઝીમ બેગ, ઉ.વ. ૩૧, ધંધો ટેક્ષી ડ્રાયવર, રહે માકહમ લુહાર ચાલ, નોવેલ્ટી ટાવર, ગ્રાઉન્સડ ફ્લોર, રૂમ નં. એ-૩, માકહમ વેસ્ટ, મુમ્બઇ, મહારાષ્ર ૨.) સમીર સ/ઓ એહમદ શેખ, ઉ.વ. ૨૭, રહે. જહાાંગીર કોલોની, હરશુલ, શફીક કકરાના, ઘર નં. ૩૪, ઔરાંગાબાદ, મહારાષ્ટ્ર વાળા હોવાનું અને પોતાને મુમ્બઇ માહિમના તથા અમદાવાદ વટવામાં મકાન ધરાવતા અને રહેતા ઇમરાન નામના માણસે પોતાને જડીબુટી તથા દવાઓ લઈ આવવા લુધિયાણા મોકલેલ હતા અને લુધિયાણા ખાતે સબજી મંડીમાાં જતાાં એક ટ્રક નં. JK-03-B-8452 આવેલ તેમાાંથી એક ઇસમ આ ચરસ આપી ગયેલ છે જે લઈ પોતે ઇમરાનને આપવા જવાના હતા. આ કામ માટે ઇમરાને તેઓને રૂ. ૫૦,૦૦૦/- આપવાનું
નક્કી કરેલ હતુા. એ.ટી.એસ.એ ઉપરોક્ત ઇમરાનને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે.
એક કરોડના ચરસ સાથે મુંબઈના બે ઇસમોને ઝડપી પાડતી ગુજરાત એ.ટી.એસ.
Leave a comment