ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ વિધાર્થીનીઓ સાથે સવાંદ સાધ્યો;
–
ડાંગ જિલ્લો રાજ્યમા ‘દિશાચિહ્નરૂપ’ જિલ્લો છે – કલેકટર શ્રી ભાવિન પંડ્યા;
આહવા : તા: 03: ડાંગ જિલ્લા આહવા સર્કિટ હાઉસ ખાતે નારી વંદના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આહવાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓનો, જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યા સાથે ‘કોફી વિથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો હતો.
‘કોફી વિથ કલેકટર’ કાર્યક્રમમા ડાંગ જિલ્લા વડા શ્રી ભાવિન પંડ્યાએ આહવા સરકારી શાળાની વિધાર્થીનીઓ સાથે મોકળા મને સંવાદ કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ.સી.ભુસારા, આઈ.સી.ડી.એસ.જિલ્લા પ્રોગ્રામ ઓફિસ શ્રીમતી ભાવનાબેન જીડીયા, ડાંગ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સુનિલ ડી.સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ આ પ્રંસગે વિદ્યાર્થીનીઓ સાથે સવાંદ કરતા જણાવ્યુ હતુ કે, આપણે સૌએ ‘બેટી બચાવો બેટી પઢાવો’ સૂત્રને ખરા અર્થમા સાર્થક કરવાનુ છે. દીકરી આપણા માટે આનંદ, સંતોષ અને સ્વમાન માટે છે. દીકરીને કામ કરવાની છૂટ આપવી પોતાની રીતના સ્વતંત્ર જીવવાની સાથે દીકરી પોતાના પગભર થઈ શકે છે. ડાંગ જિલ્લાની ઘણી દીકરીઓ ઉચ્ચ કક્ષાએ કામ કરે છે. તેમજ સરિતા ગાયકવાડે વિશ્વ કક્ષાએ ડાંગનુ નામ રોશન કર્યું છે.
ડાંગ જિલ્લો જેન્ડર રેસિયોમા રાજ્યમા સૌથી આગળ છે. મહિલાઓની નારી સ્વતંત્ર્ય માટે ડાંગ જિલ્લો વિકસિત છે. અહીં મહિલાઓના અત્યાચાર, દહેજના પ્રશ્નો જોવા મળતા નથી તેમજ પુરુષો જેટલુ જ સન્માન સ્ત્રીઓને આપવામા આવે છે. અન્ય વિકસિત દેશો કરતા આદિવાસી સમાજની વ્યવસ્થા ખુબ જ આગળ છે. માનવીય મૂલ્યો ધરાવતો ડાંગ જિલ્લાની વ્યવસ્થા ખુબજ સારી છે. ડાંગ જિલ્લો રાજ્યમા ‘દિશાચિહ્નરૂપ’ જિલ્લો છે તેમ શ્રી ભાવિન પંડ્યાએ વધુમા જણાવ્યુ હતુ.
દીકરી વગરનો સંસાર અધૂરો છે. જીવનના દરેક પાસામા દીકરીનો બાળકી,માતા, વહુ, સાસુ,દાદી વેગેરેનો અમૂલ્ય ફાળો રહેલો છે. તેમ જણાવતા શ્રી સુનિલ ડી. સોરઠીયાએ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ તેમજ માતાઓને વ્હાલી દીકરી યોજના અંગે જાણકારી આપી હતી. વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ સમાજમા દીકરીઓનુ પ્રમાણ જળવાઈ રહે તેમજ શાળાઓમા ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવાનાનુ છે જેના માટે આ યોજના અંતર્ગત 1લાખ 10 હજાર રૂપિયા આપવામા આવે છે.
આ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજનના લાભાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા.