મનીષ બહાતરે : આહવા
આહવા : તા: ૨૦: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાના ‘કલા ઉત્સવ’ નુ આયોજન કરાયુ હતુ. આહવા સ્થિત આંબાપાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કલા ઉત્સવમા નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, અને વકતૃત્વ સ્પર્ધા યોજવામા આવી હતી. દરેક સ્પર્ધામા તાલુકાના અલગ અલગ ૧૬ કલસ્ટર પૈકી જુદી જુદી શાળાઓમાથી કુલ ૬૪ કલા પ્રેમી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કલા (આર્ટ) એટલે કાંઇક નવુ કરવુ. કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતાનુ સ્તર વધે છે. સર્જનાત્મકતામા પણ વધારો થાય છે, અને આત્મવિશ્વાસ પણ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે, તેને પ્રેરણા મળે છે. સાથે સાથે તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધી શકે છે.
કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમા રહેલ વિશિષ્ટ, સુષુપ્ત શક્તિઓ, અને કૌશલ્યની ઓળખ તથા તેની પ્રતિભા વિકસાવવાનો છે, વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરવાનો નથી. અહીં બાળકને આગળ જવા માટે માત્ર યોગ્ય પ્લેટફોમ પૂરુ પાડવામા આવે છે. કલાને માણવી અઘરી નથી, પણ કલાને જાણવી તેમની છણાવટ કરવી અઘરી છે. આ કાર્યક્રમમા બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરુ પાડવા DY. DPEO શ્રી નરેન્દ્રભાઈ ઠાકરે હાજર રહયા હતા તેમજ યજમાન શાળાના આચાર્ય શ્રીમતી ઉષાબેન, સી.આર.સી/બી.આર.સી. મિત્રો, નિર્ણાયકો, માર્ગદર્શક શિક્ષકો, અને ખાસ શાળાના સ્વયંસેવક બાળમિત્રોએ ઉપયીગી ભૂમિકા ભજવી હતી.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સી.આર.સી. કો. ઓર્ડીનેટર શ્રી દાનેલભાઈ આર.ચૌર્યા, ધવલીદોડ દ્વારા કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે આહવા બ્લોકની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી.
–
આહવા ખાતે યોજાયો તાલુકા કક્ષાનો ‘કલા ઉત્સવ’
Leave a comment