આહવા ખાતે યોજાયો “કલીન વિલેજ ગ્રીન વિલેજ” અને “કેચ ધ રેન” કાર્યક્રમ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા: તા: ૨૮: ભારત સરકારના નેહરૂ યુવા કેન્દ્ર, ડાંગ ધ્વારા તાજેતરમા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે “કલીન વિલેજ ગ્રીન વિલેજ” અને “કેચ ધ રેન” કાર્યક્રમ યોજાયો હતો.ગામની આજુબાજુમા સ્વચ્છતા અને હરિયાળી વિશે જાગૃતિ લાવવાના મુખ્ય આશય સાથે આયોજિત આ કાર્યક્રમમા સ્વચ્છતા અને હરિયાળી કેવી રીતે જાળવી શકાય તેની તાલીમ પણ આપવામા આવી હતી.દરમિયાન સ્વૈચ્છીક સંસ્થા ‘આગાખાન’ ના શ્રી કિર્તીભાઈ પટેલે સ્વચ્છતા અને હરિયાળી જાળવવા સાથે તેનુ મહત્વ સ્પષ્ટ કર્યું હતુ. આ વેળા ‘એઈમ્સ’ દિલ્હીના વેદ શ્રીવાસ્તવે પણ આપણા સ્વાસ્થ ઉપર સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. વાસ્મોના શ્રી નિકુંજભાઈ પટેલ દ્વારા જળ સંચયનું મહત્વ તથા ‘કેચ ધ રેઈન’ જલ શકિત વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પડાયુ હતુ.

કાર્યક્રમમા નેહરૂ યુવા કેન્દ્રના અધિકારી શ્રી અનુપ ઈગોલે, વાસ્મો યુનિટ સ્ટાફ સહિત આહવાના નગરજનો ઉપસ્થિત રહયા હતા.

Share this Article
Leave a comment