આહવા: તા:૦૯: ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્ક્રુતિક વિરાસતને ઉજાગર કરતા ‘ડાંગ દરબાર’ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આગામી તા.૧૩ થી ૧૬ માર્ચ, ૨૦૨૨ દરમિયાન યોજાનાર ‘ડાંગ દરબાર’ના ભાતિગળ લોકમેળાના સુચારૂ આયોજન-વ્યવસ્થા અંગે, જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયુ છે.
જુદી જુદી સમિતિઓના ગઠન સાથે સોંપાયેલી કામગીરીને આખરી ઓપ આપવા માટે, જુદા જુદા અધિકારીઓ તેમની ટિમ સાથે ખડેપગે તૈનાત થઈ ગયા છે.
ઉલ્લેખનિય છે કે, એક વર્ષના વિરામ બાદ આ વર્ષે ફરિવાર યોજાઇ રહેલા ‘ડાંગ દરબાર’ને લઈને ડાંગી પ્રજાજનોમા અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ત્યારે મેળામા ઉમટતા વેપારીઓ, મનોરંજન રાઇટ્સના સંચાલકો, સ્ટોલ ધારકો, પ્રશાસનિક અધિકારી, કર્મચારીઓ સૌ પોતપોતાની જવાબદારીને સુપેરે પાર પાડવા માટે તૈનાત થઈ ગયા છે.
આહવાના આંગણે યોજાનારા ડાંગ દરબારની તડામાર તૈયારીઓ શરૂ

Leave a comment