આહવા : તા: ૨૦: ડાંગ જિલ્લામા આજે છ નવા કેસ નોંધાયા છે. જેની સામે પાંચ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૩૩૪ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૨૭૯ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૫૫ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે
“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૧૦૨૩ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૭૬૩૨ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૧૪૯ RT PCR અને ૧૭૦ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૩૧૯ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૧૪૯ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે.આજે નોંધાયેલા છ પોઝેટિવ કેસોની વિગતો જોઈએ તો આહવાના સાપુતારા રોડ ખાતે એક ૨૫ વર્ષિય યુવતિ, અને ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ૭૦ વર્ષિય વડિલ, ભવાનદગાડ ગામે ૪૫ વર્ષિય મહિલા, વઘઇ ખાતે ૨૭ વર્ષિય યુવક, કોદમાળ ગામે ૭૦ વર્ષિય વડિલ, અને કરાડીઆંબા ગામે ૩૫ વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝેટિવ નોંધાયો છે.
–