સોનગઢ તાલુકામાં મરણ નો દર ઉંચે જતા તાલુકા પ્રમુખ દ્વારા તાલુકામાં 19 કોવિડ સેન્ટર ઊભા કરવા કલેક્ટર ને રજૂઆત

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

સોનગઢ . તા.

સોનગઢ તાલુકા માં કોવિડ – ૧૯ કોરોના મહામારી ખૂબ ઝડપથી પગ પસારો કરી લીધો હોય તેની સામે દરેક ગામમાં પ્રાથમિક શાળાનાં ઓરડાઓ , રાજીવ ગાંધી ભવનો , આંગણવાડીઓમાં કોવિડ કેર સેન્ટર તાત્કાલીક અસરથી ઉભુ કરવા અને સોનગઢ તાલુકામાં કોવિડ -૧૯ હોસ્પીટલ ઉભી કરવા સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસુફ ગામીત દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે’

તેમણે આ રજૂઆત કરતા જણાવ્યું હતું કે દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે અને ગ્રામીણ વિસ્તારના લોકોમાં ભયનું વાત ફેલાયુ છે તેમજ સોનગઢ તાલુકો મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં આવેલા હોય લોકો ડરી ગયા છે કારણ કે હોસ્પીટલમાં પુરતા બેડ નથી અને ઓકસીજન નથી . રેમડેસિવિર ઈજેકશન મેળવવા માટે લોકોને ખુબજ તકલીફ થઇ રહી છે . લાઈનમાં ઉભા રહેવું પડે છે આમ અનેક સુવિધાના અભાવનાં કારણે લોકો મૃત્યુ પામી રહયા છે . ભૂતકાળમાં ચિકનગુનીયા , પ્લેગ , અને પોલીયોના ટીપા પીવડાવતી વખતે ગ્રામીણ વિસ્તારમાં આશા વર્કર બહેનો અને એ.એન.એમ. બહેનો , એફ.એચ.ડયું ની બહેનો આરોગ્ય સાથે જ જોડાઈને કામગીરી કરી છે . હાલનો સમય ખૂબજ કપરો છે ત્યારે દરેક ગામમાં કોરોનાનાં લક્ષણ વાળા લોકોને ગામમાં જ પ્રા.શાળા , આંગણવાડી , આરોગ્યનું મકાન , રાજીવગાંધી ભવનમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરી કોરોનાનાં લક્ષણવાળા લોકોને રાખવા જોઈએ. જેથી કરીને ગ્રામીણ વિસ્તારમાં ખુબજ ઝડપથી ફેલાતો કોરોનાને અટકાવી શકાય . જેને વધારે તક્લીફ લાગે તેવા પેસન્ટને નજીકનાં આરોગ્ય કેન્દ્રમાં કોવિડ હોસ્પીટલમાં દાખલ કરીને સારવાર આપી શકાય . તાત્કાલીક અસરથી દરેક ગામમાં કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

Share this Article
Leave a comment