સુમુલ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતીકરણ આઈસ્ક્રીમ ” કોન મેકીંગ ” પ્લાન્ટનું ખાતમુહૂર્ત

adminpoladgujarat
3 Min Read

સુરત 8 જુનૌ : ભારત માં “અમૂલ બ્રાંડ થી બનતો આઈસ્ક્રીમ એ રીયલ મિલ્ક ફેટ માંથી બને છે અને તેની આ શ્રેણીમાં તે ભારતભર માં સૌથી વધુ વેચાતી આઈસ્ક્રીમ છે. કોરોના પછી સૌ પ્રથમ વાર જયારે દેશના લોકો કરવા કરવા ના સ્થળોએ જઈ રહ્યા છે ત્યારે આવી ટુરિસ્ટ જગ્યાઓ પર મોટા થી લઈ નાના સૌ કોઈ આઈસ્ક્રીમના દીવાના હોય છે આજ કારણોસર જયારે આઈસ્ક્રીમ નું વેચાણ વધતા ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા સુમુલ ને આ પ્લાન્ટ માં દૈનિક ૫ હજાર લીટર આઈસ્ક્રીમ બને છે જે ઘટ ઉત્પન્ન થતા અને વધેલા બજાર ને પહોચી વળવા દૈનિક 1 લાખ લીટર ની ક્ષમતા કરવા જણાવ્યું છે અને તેથીજ આ આઈસ્ક્રીમ પ્લાન્ટ ની કેપેસીટી માં ૧૦૦%નો ઉમેરો કરી તેનું વિસ્તૃતિકરણ કરવા ની સુમુલ ના નિયામક મંડળે નિર્ણય લીધો છે.

આઈસ્ક્રીમ ના કુલ પ્રોડક્ટ મિક્સ જેવાકે પાર્ટી પેક ટબ,કૌન,કપ અને કુલ્ફી માં હાલ ચોક્લેટ અને બટરસ્કોચ કોનની માંગ પણ વધી છે કોન આઈસ્ક્રીમ કેટેગરી માં ૧૧ થી ૧ર% આઈસ્ક્રીમ વેચાતી હતો જે હવે ૧પ થી ૧૭ % ટોટલ પ્રોડક્ટ મિક્સ માં વેચાણ ધરાવે છે અને તેથી જ જો આઈસ્ક્રીમ માં વપરાતા કોન ઇન-હાઉસ બને તો પ્રોડકટીવીટી વધુ ગુણવત્તા વધે અને ખર્ચ ઘટે એ આશય થી સુમુલ હવે આઈસ્ક્રીમ વિસ્તૃતિકરણ સાથે કોન બનાવી સૌ પ્રથમ ગુજરાત ની રક ડેરીઓ માં થી આ કોન મેકિંગ પ્લાન્ટ નાખવા જઈ રહ્યું છે જે સુમુલ ના પીછા માં એક વધુ યશ કલગી રહશે.આ બંને પ્લાન્ટ ની પ્રોજેક્ટ કોસ્ટ ૧૨૫ કરોડ જેટલી થશે.સેન્ટ્રલ ગવર્મેન્ટ ની “પ્રોડક્શન લિંક ઇન્સેન્ટીવ સ્કીમ” “અંર્ગત આ પ્રોજેક્ટ બનશે.

લમાં જ રાજયસરકારે “ટેક હોમ રાશન સ્કીમ હેઠળ થતા પ્રોડક્શનમાં ઈનપુટ કોસ્ટ વધતા ર૭ કરોડ જેટલી ભાવફેર ની રકમ સુમુલ ને આપવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત સરકાર ના મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ સ્કીમ-પ્રધાન મંત્રી કિસન સંપદા યોજના હેઠળ સુમુલ ને

ઓર્ગેનિક લેબોરેટરી બનાવવા માટે પસંદ કરી છે અને તે પેટે રૂપિયા ર૦ કરોડ પણ સુમુલ ને મળનાર છે

ઉપરોક્ત બંને કાર્યક્રમો માટે તારીખ ૮ જુન ને બુધવારે સુમુલ ના નવી પારડી પ્લાન્ટ ખાતે ખાતમહુર્ત કાર્યક્રમ શ્રી સી.આર.પાટીલ માનનીય સાંસદ-નવસારી)ના વરદ હસ્તે કરાશે. તેઓની સાથે ગુજરાત રાજ્ય સરકાર ના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સહકાર અને કુટીર મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ કૃષિ ઉર્જા અને પેટ્રોલીયમ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તથા ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના એમ.ડી.શ્રી આર.એસ સોઢી હાજર રેહનાર છે. સુમુલ તેના આ પ્લાન્ટ નું વિસ્તૃતિકરણ “પ્રાઈમ મીનીસ્ટર લિક ઇન્સેન્ટીવ સ્કીમ હેઠળ કરશે આઝાદી ના અમૃત મહોત્સવ ના આ વર્ષમાં સહકાર થી સમૃદ્ધિ તરફ સુમુલ નું આ દિશામાં એક વધુ પગલું છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 − 1 =

Exit mobile version