મુંબઈમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના સમી૨ વાનખેડેએ પોતાની જાતી અને ધર્મ છુપાવી હોય જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સુરત કલેક્ટરને સ્વાભિમાન સંસ્થા દ્વારા આવેદનપત્ર અપાયું

adminpoladgujarat
2 Min Read

સુરત : આવેદનપત્રમાં જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા ટી.વી. સામાચારોમાં અને અખબારોમાં મુંબઈના ચર્ચિત નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એન.સી.બી.) દ્વારા ફિલ્મી અભિનેતા અને ઉદ્યોગપતિના લોકો સાથે જોડાયેલા કંઈક લોકોને મુંબઈ નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના છાપા મારીમાં ડ્રગનું સેવન અને વેચાણ કરતા હોય જેવા આક્ષેપો સાથે હિરાસતમાં લીધા હતા અને આ બાબતે ઈલેક્ટ્રોનિક મીડીયા અને સમાચાર પત્રોમાં મુખ્ય ખબર તરીકે પ્રસિદ્ધિ આ મામલાએ લીધી હતી.

પરંતુ મહારાષ્ટ્ર સરકારના અલ્પ સંખ્યા વિકાસ અને કૌશલ વિકાસ મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે જેવો ૨૦૦૮ના ભારતીય રાજસ્વ પોલીલ અધિકારી છે અને મુંબઈના ઝોન ડિરેકટર નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોના એક અધિકારી છે જેવો પર આરોપ કર્યા હતા કે તેઓ એક મુસ્લિમ સમાજના હોય અને પોતાની જાતિ અને ધર્મ છુપાવી હોય તેઓ દ્વારા અનુસૂચિત જાતિના ખોટા પુરાવા દસ્તાવેજો ઉબા કરી સંવિધાનિક પદ મેળવ્યું છે તેઓ દ્વારા અનુસૂચિત જાતિના હકો પર તરાપ મારી હોય તેવા ગંભીર આક્ષેપો મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કર્યા છે તે માટે સુરત શહેરના દલિત સમાજના લોકો દ્વારા આવી કોઈ પણ પ્રવૃત્તિ ને સાખી લેવામાં નહી આવે અને પ્રવૃત્તિને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ભારત દેશના વડાપ્રધાનશ્રી ને રજૂઆત અને લાગણી સાથે માંગણી કરીએ છીએ કે આ બાબતની તપાસ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજની એક સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે તો આ બાબતેનું ખરૂ રહસ્ય બહાર આવે એમ છે અને જો ખરેખર અનુસૂચિત જાતિના હકો પર કોઈ બાબતે છેતરપિંડી કરવામાં આવી હોય તો આ મામલો ગંભીર છે. તો તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા સ્વભિમાન સંસ્થાએ માંગ કરી છે

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen + 3 =

Exit mobile version