મહુવા સુગર ફેકટરી સહિત ત્રણ ઈન્ડસ્ટ્રીઝોમાં મોકડ્રીલ યોજાઈ

adminpoladgujarat
1 Min Read

સુરત,શુક્રવાર: સુરત શહેર-જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝો, ખાંડ ઉદ્યોગ મંડળીઓ, જી.આઈ.ડી.સી.ઓમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી સપ્ટેમ્બર-૨૦ દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ‘સલામતી માસ’ની ઉજવણીમાં આવી રહી છે. જે અંતર્ગતમાં જુદી જુદી કંપનીઓ, ફેકટરીઓ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે.
જે અંતર્ગત અમી ઓર્ગેનીકસ લી.સચીન જી.આઈ.ડી.સી. ખાતે ટોક્ષીક ગેસ લીકે થતા આગ લાગવાના બનાવ અંગે તથા મહુવા સુગર ફેકટરી લી.બામણીયા ખાતે આલ્કોહોલ ટેન્કની પાઈપલાઇનમાં લીકેજ તથા પલસાણા તાલુકાના જોળવા ખાતે ગાર્ડન સિલ્ક મિલ્સ મોકડ્રીલ યોજાઈ હતી. ફેકટરીમાં ગેસ લીકેજ થવાથી તત્કાલ ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

ગેસ લીકેજના કારણે સંક્રમિત થયેલા કર્મચારીને એમ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં પહોચાડવા સહિત તેમજ ફેકટરીમાં કામ કરતા ફેકટરીના પોતાના સાધનો અને માનવસંશાધનોનો ઉપયોગ કરીને ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મેળવી હતી.મોકડ્રીલમાં સુરતની સંયુકત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારીએ હાજર રહી મોકડ્રીલ દરમિયાન જણાઇ આવેલી ત્રુટીઓની પુર્તતા કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારખાનાના શ્રમયોગીઓએ પણ ભાગ લીધો હતો. દરેક કારખાનાઓમાં મેનેજમેન્ટ દ્વારા મોકડ્રીલમાં જણાવેલી ત્રુટીઓનું પુનરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા પણ જણાવ્યું હતું.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × two =

Exit mobile version