હાલમાં મહારાષ્ટ્રમાં કોવીડ ૧૯ ને મહામારીની પરિસ્થિતિને જોતાં મહારાષ્ટ્ર માથી દુધ મંડળીઓનુ દૂધ ભરીને આવતા વાહનો થોડા દિવસો બંધ રાખવા સુબીર ગામ લોકોની માંગ ઉઠી છે
આહવા સુબીર પ્રતિનિધિ દ્રારા : સુબીર દુધ શીત કેન્દ્ર ખાતે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા માથી જાયખેડા, બોપખેલ, કરજી,ખેરવે, બંધારપાડા, કોંકણીપાડા,ભવરે જેવા અલગ અલગ વિસ્તારનાં રૂટ ઉપરથી દુધ મંળડીઓનું દુધ ભરી અને સુબીર દુધ શીત કેન્દ્ર ખાતે ખાલી કરવા આવતાં દુધ વાહકો દ્વારા પોતાની રોકડી કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં પેસેંજરોને ભરી ડાંગ તરફ લઈ આવતા નજરે પડી રહ્યાં છે આજે મહારાષ્ટ્રમાં કરોના મહામારીની સ્થિતિ ભયંકર બની ગઈ છે તેવી પરિસ્થિતિમાં પણ આ દુધ વાહકો દરરોજ વટ કે સાથ પેસેંજરો ભરીને ડાંગ તરફ ચોરી છૂપે રોકડી કમાણી કરવા માટે પોતાની ગાડીમાં બેસાડીને લઈ આવે છે અને સુબીર ગામ લોકોને ખબર ના પડે તે માટે સુબીર દુધ શીત કેન્દ્રના થોડા દુર અંતરમાં કોઈ જોઈ ન જાય તેવી જગ્યાએ પેસેંજરોને ગાડી માથી ઊતરી જવાનું કહે છે ડ્રાઈવરે પોતાની રોકડી માટે આજ દિન સુધીમાં કેટલાય પેસેંજરોને ગાડીમાં બેસાડ્યાં હસે? તથા હાલ માંજ દુધ શીત કેન્દ્રના બે કર્મચારીઓના કરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને હોમ કવોરોન્ટાઈનમા ધકેલવામાં આવ્યા છે
હવે જોવા એ રહ્યુ કે હવે પછી દુધ શીત કેન્દ્રમાં કોઈ પણકર્મચારી કે વર્કર સંક્રમીત થશે તો તેના જવાબદાર મહારાષ્ટ્ર માથી આવતા દૂધ વાહકો જ ગણાશે. તથા હાલમાં મહારાષ્ટ્રમાં કોવીડ ૧૯ ની મહામારીની પરિસ્થિતિને જોતા મહારાષ્ટ્ર માથી દુધ મંડળીઓનુ દૂધ ભરીને આવતા વાહનો થોડા દિવસો બંધ રાખવા સુબીર ગામ લોકોની માંગ ઉઠી છે.