તાપી જિલ્લાનો વરસાદ : ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૨૩૪૩મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૯૬૦મી.મી. વરસાદ નોંધાયો

adminpoladgujarat
1 Min Read

વ્યારા,  તાપી જિલ્લામાં સતત ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા. ૨૩.૦૯.૨૦ના રોજ સવારે ૦૬:૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક સુધીમાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૫૮ મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વાલોડ ૧૮૧૪મી.મી, સોનગઢ ૧૫૭૮મી.મી, ડૉલવણ ૨૩૪૩મી.મી, વ્યારા ૧૮૩૩મી.મી., કુકરમુન્ડા ૧૨૨૨મી.મી, ઉચ્છલ ૯૬૦મી.મી. અને નિઝરમાં ૧૦૮૩મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં ૨૩૪૩મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૯૬૦મી.મી. વરસાદ નોંધાયો છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four − 1 =

Exit mobile version