મનીષ બહાતરે : આહવા
આજરોજ ડાંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુબીર તાલુકામાં સમાવિષ્ટ સિંગાણા, ગારખડી ,પિપલદહાડ phc તેમજ સુબીર chc ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ ને કોરોના warriors પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા
ડાંગ કોરોના કાળ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકી પરિવારની ચિંતા કર્યા વગર કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા તથા જરૂરીયાત મંદ પરિવારને સેવા પૂરી પાડી છે તથા અનેક લોકોના જીવ બચાવવા આરોગ્ય કર્મીઓની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે
સમગ્ર દેશમાં આજે રસીકરણ અભિયાન ને સફળ બનાવી સો કરોડ પાર નું લક્ષાંક પૂર્ણ કરવા બદલ ડાંગ ભારતીય જનતા પાર્ટી વતી અને સુબીર તાલુકાના પ્રમુખ શ્રી બુધ્ધુ ભાઈ કામડી ડાંગ મહામંત્રી શ્રી રાજુભાઈ ગામીત અને પાર્ટી મંડળ પ્રમુખ શ્રી વીનેશભાઈ ગાવિત તથા મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તા આવો સાથે દ્વારા દરેક phc સેન્ટર ખાતે જઈ ત્યાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓને પોતાના હાથે કોરોના વોરિયર્સ તરીકેના પ્રમાણ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,