ડાંગ જિલ્લામા ત્રણ પરીક્ષા કેન્દ્રો ઉપર રવિવારે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

પરીક્ષા કેન્દ્રોમા વિજાણું યંત્રો નહિ લઇ જવા સહીત નગરના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાની સુચના ;
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ બહાર પાડ્યુ જાહેરનામુ

આહવા, તા; ૨; આજ તા.૩/૧/૨૦૨૧ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી), વર્ગ-૨ ની જગ્યાઓ ઉપર યોજાનાર ભરતી સંદર્ભે આહવાના જુદા જુદા ત્રણ પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રિલિમિનરી પરીક્ષા યોજાનાર છે.જે બાબતે ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા એક જાહેરનામુ જારી કરી કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. જે મુજબ નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે, અને પરીક્ષાર્થીઓ નિર્ભીક રીતે પરીક્ષા આપી શકે તે માટે આહવા નગરના તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાની સુચના આપવામા આવી છે. સાથે આ પરીક્ષા કેન્દ્રોમા કેલ્ક્યુલેટર, મોબાઈલ, સેલ્યુલર સહિતના વિજાણું યંત્રો લઈ જવાની મનાઈ ફરમાવવામા આવી છે.

આ ઉપરાંત (૧) આ વિસ્તારોમા ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવા સાથે સભાઓ ભરવી કે બોલાવવી, તેમજ સર્ઘસ કાઢવા ઉપર પણ નિયંત્રણો મુકવામા આવ્યા છે. સાથે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સુત્રો પોકારવા, અફવા ફેલાવવા જેવા કૃત્યો ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે.

આ પ્રતિબંધિત હુકમ સરકારી નોકરીની કામગીરીમા રોકાયેલ વ્યક્તિઓ કે આ વિસ્તારમાંથી પસાર થતી સ્મશાન યાત્રામા જતા ઇસમોને લાગુ પડશે નહી. ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, તેમ એક અખબારી યાદીમા જણાવ્યુ છે.

Share this Article
Leave a comment