ડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.25 ઓગસ્ટના રોજ યોજાશે : પ્રજાજનો તા.20મી ઓગસ્ટ સુધીમા પ્રશ્નો રજુ કરી શકશે

adminpoladgujarat
1 Min Read

આહવા: તા: 17: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ડાંગ જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.25/08/2022 ના રોજ સવારે 11:00 વાગ્યા થી શરૂ કરીને, લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિવારણ અંગે જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી ડાંગના અધ્યક્ષપણા હેઠળ, કલેકટર કચેરી, આહવાના સભાખંડમા “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામા આવનાર છે.
આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો જે ખાતા/કચેરીને લગતા હોઇ તે ખાતા/કચેરીને બારોબાર તા.20/08/2022 સુધીમા મોકલી, તેની એક નકલ કલેકટરશ્રી, ડાંગને મોકલી આપવા જણાવાયુ છે. કલેકટર કચેરી ડાંગને લગતા પ્રશ્નો સિવાયના કોઇ પણ પ્રશ્ન, સીધા કલેકટર કચેરી ડાંગને મોકલવા નહી. ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જયુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમા લક્ષમા લેવામા આવશે નહિ.
અરજદારએ એક જ પ્રશ્ન, સંપૂર્ણ વિગતોસહ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમા રજુ કરવાના રહેશે. રજુ કરવામા આવનાર પ્રશ્નોના કવર ઉપર “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.25/08/2022” એમ અચૂક લખવા અને ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારે ઉકત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા અનુરોધ કરાયો છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + fifteen =

Exit mobile version