આહવા: તા: ૧૭ : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કાકરદા, તથા આહવા તાલુકાના પિંપરી અને કલમવિહિર ખાતેની ખેડૂત સેવા સહકારી મંડળીઓની નોંધણી રદ્દ કરાઈ છે.
ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, વઘઈ તાલુકાની શ્રી કાકરદા ખેડૂત સેવા સહકારી મંડળી લી. , તથા આહવા તાલુકાની શ્રી પિંપરી ખેડૂત સેવા સહકારી મંડળી લી, તથા શ્રી કલમવિહિર વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લી, ની નોંધણી ફડચા અધિકારીના અભિપ્રાય અનુસાર રદ્દ કરવામાં આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.
ડાંગ જિલ્લાની ત્રણ સહકારી મંડળીઓની નોંધણી રદ્દ
Leave a comment