આહવા: તા: ૨૫: રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ આગામી તા.૧૯મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાનારી ૭૦ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના સુચારૂ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, જુદીજુદી કામગીરી માટે ૧૫ જેટલા નોડલ ઓફિસરોની નિયુક્તિ કરી છે.
જે મુજબ ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.આઇ.વસાવા સહિત મેન પવાર મેનેજમેન્ટ અને મતદાર જાગૃતિ અભિયાન (સ્વીપ) ના નોડલ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારાને નિયુક્ત કરાયા છે.
ચુંટણી પ્રક્રિયા દરમિયાન નિયુક્ત કરાતા ઓબ્ઝર્વર્સના નોડલ તરીકે કાર્યપાલક ઇજનેર શ્રી એસ.આર.પટેલ, આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી આર.બી.ચૌધરી, મટિરિયલ મેનેજમેન્ટ માટે ડિઝાસ્ટર મામલતદાર શ્રી ડી.આર.ચૌધરી, બેલેટ પેપર માટે આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.એ.કનુજા, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ માટે ARTO શ્રી તપન મકવાણા, મીડિયા મેનેજમેન્ટ માટે માહિતી ખાતાના શ્રી મનોજ ખેંગાર, કોમ્પ્યુટરાઇઝેશન તથા ઇ ડેશ બોર્ડની કામગીરી માટે NIC ના શ્રી સંપથ કુમાર, ચુંટણી કામગીરી માટે ફાળવાયેલા કર્મચારીઓની તાલીમની બાબતો માટે આહવા સ્થિત ITI ના આચાર્ય શ્રી આર.એમ.પટેલ, તથા ચૂંટણી ખર્ચની કામગીરી માટે TASP કચેરીના હિસાબી અધિકારી શ્રી બી.એ.પટેલ, અને શિક્ષણ શાખાના હિસાબી અધિકારી શ્રી હેતલ ગામિત તથા તેમના સહાયક સ્ટાફની નિયુક્તિ કરવામા આવી છે.
–
ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે નોડલ ઓફિસરોની નિયુક્તિ કરાઇ
Leave a comment
Leave a comment