ડાંગ -સુબિર તાલુકામાં આવેલા ખોખરી ગામના રહીશ સીતારામ ભાઈ શીવાભાઈ ગાયકવાડ દ્ધારા પોતાની માલિકીની જમીનમાંથી સાદળ, કળમ, હળદૂન વગેરે ઝાડોની માલકી કરવામાં આવી હતી લાકડાં ઘડતરનું કામ પત્યા પછી બરડીપાડા ફોરેસ્ટ રેન્જ ઓફિસ દ્વારા મારી રૂબરૂમાં માપણી કરવામાં આવી તે સમયે ટોટલ 23,538ઘન મીટર થયું હતું, પરંતુ જ્યારે ભેંસકાતરી રેન્જ ઓફિસે થી મને જાણ થતાં મારા લાકડાંની હરાજી થઈ છે અને 18.967 ઘન મીટર માપ થયો છે તથા ઓનલાઇન લાકડાંની હરાજી થઈ તે સમયે પણ અરજદાર ખેડૂતને બોલાવવામાં આવ્યા નથી તથા તેમણે વધુમાં જણાવ્યું કે મારા જેવા એક અરજદાર ખેડૂત નાં લાકડાની માપણી થઈ ત્યારે તેમના 12.941ઘન મીટર નાં 269200રૂપિયા જ્યારે મારા લાકડાંનું 18.967ઘન મીટરના 213700રૂપિયા કેમ? ઘનમીટર ઓછું ભાવ વધારે ,ઘન મીટર વધુ ભાવ ઓછો આવું કેમ? આવો ઘોર અન્યાય કેમ થાય છે જેથી તેઓને ભાવમાં અને માપણી બાબતે છેતરપિંડી થઈ હોવાની શંકાનાં ઘેરાવા વચ્ચે અત્યંત દૂખી થઈ ગયેલા ખોખરી ગામના અરજદારે યોગ્ય ન્યાય માટે ડાંગ જિલ્લા કલેક્ટરને આજ રોજ અરજી કરી હતી