“કોરોના” ને પગલે ડાંગ જિલ્લાના આહવા ખાતેના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેંન્ટ ઝોન, માઈક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન તથા બફર ઝોન જાહેર કરાયા

adminpoladgujarat
6 Min Read

આહવા; તા; ૧૧; નોવેલ કોરોના વાયરસ “કોવિડ-૧૯”ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી ઘોષિત કરવામા આવી છે. જેને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામા આવેલ છે. જે મુજબ નિયત કરાયેલા “કન્ટેઇનમેંન્ટ ઝોન”, “માઈક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન” તથા “બફર ઝોન” વિસ્તારમા લોકડાઉન અને અનલોક-૬ની માર્ગદર્શિકાઓ અનુસાર કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકવામા આવ્યા છે.

તાજેતરમા ડાંગ જિલ્લાના આહવા ખાતે “કોવિડ-૧૯ ( કેસો” સામે આવવા પામ્યા છે. જેને લઈને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોર દ્વારા એક જાહેરનામુ જારી કરી નીચે મુજબના પ્રતિબંધો ફરમાવાયા છે. જે અનુસાર,

(૧) આહવાના ડુંગરી ફળિયા ખાતે ઉત્તરમા મધુભાઈ ગન્સાભાઈ ગાવીતના ઘર સુધીઓ વિસ્તાર, દક્ષિણમા મધુભાઈ નાવ્લુભાઈ ગાવીતના ઘર સુધીનો વિસ્તાર, પૂર્વમા અશોકભાઈ સોન્યાભાઈ ભોયેના ઘર સુધીનો વિસ્તાર, અને પશ્ચિમમા દિનેશ લાલજી ઠાકોરના ઘર સુધીઓ વિસ્તાર, તથા

(૨) આહવાની જ મેડીકલ કોલોની ખાતે ઉત્તરમા મજોન બુધા સાપ્તાના ઘર સુધીનો વિસ્તાર, દક્ષિણમા આંગણવાડીના મકાન સુધીનો વિસ્તાર, પૂર્વમા પ્રફુલ માહ્લાના ઘર સુધીનો વિસ્તાર, અને પશ્ચિમમા કાનજી ગોદડ પરમારના ઘર સુધીના વિસ્તારને “માઈક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન” તરીકે જાહેર કરાયા છે.

આ વિસ્તારોમા એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ઉપર સરકારશ્રીના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર આરોગ્ય ટીમ દ્વારા સો ટકા થર્મલ સ્ક્રીનીંગ કરવાનુ રહેશે.
આ વિસ્તારમા આરોગ્ય વિભાગે નક્કી કરેલા પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલીંગની કાર્યવાહી કરવાની રહેશે.
આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેટીંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે, અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ણ શકે, કે બહાર જઈ ન શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે.
આ વિસ્તારમા બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહિ. તથા આ વિસ્તારના રહેવાસી વ્યક્તિ બહાર જઈ શકશે નહિ.
આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ, અને પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે, અને રાઉન્ડ ધ કલોક (૨૪ × ૭) ત્યાંથી તમામ બાબતોનુ નિયમન કરવાનુ રહેશે.
કન્ટેઇનમેંન્ટ ઝોનમા આવશ્યક સેવાઓ ફક્ત સવારે ૭ થી ૧૯ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ, અને કાયદો વ્યવસ્થા સંબંધિત ફરજો સહીત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામા આવશે.
ભારત સરકારશ્રીના Containment Area પ્લાનની ગાઈડલાઈનની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.
કન્ટેઇનમેંન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તી/કર્મચારીઓ કન્ટેઇનમેંન્ટ ઝોનની બહારના સરકારી/ખાનગી એકમોમા ફરજ ઉપર જઈ શકશે નહિ.
ભારત સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ જાહેરનામાઓ, માર્ગદર્શિકાઓ, જોગવાઈઓ અનુસાર સમગ્ર જિલ્લામા આપવામા આવેલ છૂટછાટો આ વિસ્તારને લાગુ પડશે નહિ. તેમજ લોકડાઉન અંગેના જાહેરનામામા દર્શાવેલ પ્રતિબંધિત કૃત્યો કરી શકાશે નહિ.

Containment Zone ઉપરાંત આ ગામોમા નીચે દર્શાવેલ વિસ્તારને Buffer Zone જાહેર કરાયા છે. જે મુજબ,

(૧) ડુંગરી ફળિયુ-આહવા ખાતે ઉત્તરમા મીનાબેન સોભાનભાઈ ભોયેના ઘર સુધીનો વિસ્તાર, દક્ષિણમા છાયાબેન દત્તુભાઈ ચિત્તેના ઘર સુધીનો વિસ્તાર, પૂર્વમા રાજેશભાઈ રઘુનાથ વસાવાના ઘર સુધીનો વિસ્તાર, અને પશ્ચિમમા કેશુભાઈ નરસિંહ ભાભોરના ઘર સુધીનો વિસ્તાર, તથા

(૨) મેડીકલ કોલોની ખાતે ઉત્તરમા સુરેશભાઈ બનીયાભાઈ ધૂમના ઘર સુધીનો વિસ્તાર, દક્ષિણમા હિતેશ સોલંકીના ઘર સુધીનો વિસ્તાર, પૂર્વમા અંબામાતાના મંદિર સુધીનો વિસ્તાર, અને પશ્ચિમમા કિશનભાઈ જાનુભાઈ ચૌધરીના ઘર સુધીનો વિસ્તાર Buffer Zone તરીકે જાહેર કરાયો છે.

Buffer Zone વિસ્તારમા આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે.
આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૭ થી ૧૯ વાગ્યા સુધી જ મુક્તિ આપવામા આવે છે. જેમા સોશિયલ ડીસ્ટન્સિંગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.
આ સમયગાળા દરમિયાન દ્વિચક્રીય વાહન ઉપર એક વ્યક્તિથી વધુ નહિ, અને ત્રણ/ચાર ચક્રીય વાહનમા બે વ્યક્તિ (ડ્રાઈવર સહિત)થી વધુ પ્રવાસ કરી શકશે નહિ.

ઉપર જણાવેલ વિસ્તાર માટે અપવાદ ; આ હુકમ સરકારી ફરજ, કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય, તેઓને ભારત સરકાર અને ગુજરાત સરકારના વખતોવખતના હુકમો અનુસાર આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈશ્યુ કરવામા આવ્યા હોય તેવી વ્યક્તિઓ સહીત સ્મશાનયાત્રાને આ હુકમ લાગુ પડશે નહિ.

આ હુકમની અમલવારીનો સમય ; તા.૧૦/૧૨/૨૦૨૦ થી આ વિસ્તારમા “કોવિડ-૧૯ (” દર્દીને રજા આપ્યા પછીના ૧૪ દિવસ સુધીનો રહેશે.

સજા ; આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે ડાંગ જિલ્લામા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ, તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામા આવ્યા છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + 14 =

Exit mobile version