ડાંગ જિલ્લા મા મહિલા સ્વાવલંબન દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા ના મહિલાલક્ષી યોજનાના અધિકારીશ્રીઓ એ ઉપસ્થિત રહી મહિલાઓ ને શારીરિક, આર્થિક અને શેક્ષણિક રીતે સ્વાવલંબન બનવા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સરકારશ્રી ની મહિલા સ્વાવલંબન ની સમાજ સુરક્ષા કચેરી, મહિલા અને બાળ વિકાસ કચેરી, ટ્રાયબલ સબપ્લાન, ગ્રામ વિકાસ એજેંસી વગેરે ની યોજનાનો લાભ લેવો જોઈએ
અભયમ 181મહિલા હેલ્પલાઇન ડાંગ ના કાઉન્સેલર એ અભયમ સેવાઓ ની માહિતી આપતાં જણાવ્યું હતું કે આપતી મા મુકાયેલ કોઈપણ મહિલા ને 24X7 વિના મુલ્યે મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવે છે શારીરિક, માનસિક કે જાતીય સતામણી ના કિસ્સાં મા 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરવાથી અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલા ને મદદરૂપ બંને છે આ ઉપરાંત ગંભીર પ્રકાર ના ઘરેલુ હિંસા ના કેસ મા પોલીસ ની પણ મદદ પુરી પાડવામાં આવે છે ડાંગ જિલ્લા ના અંતરિયાળ વિસ્તાર મા રહેતા મહિલાઓ, યુવતીઓ ને અભયમ 181મહિલા હેલ્પલાઇન વિષે માહિતી પહોંચાડવા અપીલ કરી હતી.
અભયમ ડાંગ દ્વારા સ્વાવલંબન દિને સુબીર ખાતે અપાયું માર્ગદર્શન
Leave a comment