(સુરત, ૧૩ ઓક્ટોબર) પોલાદ ગુજરાત ન્યુઝ,
”વિકાસ સપ્તાહ” અંતર્ગત સુરત મહાનગરપાલિકા ઘ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે આજરોજ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં ” મેરેથોન” નું આયોજન કરવામાં આવેલ. ”મેરેથોન” નો મુખ્ય કાર્યક્રમ કતારગામ ઝોનના ” આંબાતલાવડી થી રામકથા રોડ” ખાતે કરવામાં આવેલ. જેમાં માન.મેયરશ્રી દક્ષેશ કિશોરભાઇ માવાણી, સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા શ્રીમતી સોનલબેન દેસાઇ, વિવિધ સમિતિ ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સભ્યોશ્રીઓ તથા સુરત મહાનગરપાલિકાના
અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી મેરેથોનનું ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવેલ. જેમાં આજની વહેલી સવારે બહોળી સંખ્યામાં સુમન શાળા અને ખાનગી શાળાના વિધ્યાર્થીઓ/વિધ્યાર્થીનીઓ, નગરજનો, કર્મચારીઓએ ખુબ જ ઉત્સાહ પુર્વક ભાગ લઇ મેરેથોનના આયોજન સફળ બનાવેલ.
તમામ ઝોનમાં પણ ” મેરેથોન” નું આયોજન કરવામાં આવેલ. જેમાં પદાધિકારીશ્રીઓ, વિવિધ સમિતિ ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સભ્યોશ્રીઓ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી મેરેથોનનું ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવેલ. તમામ ઝોનના મેરેથોનમાં અંદાજીત ૧૨૭૫૦ સંખ્યામાં સુમન શાળા અને ખાનગી શાળાના વિધ્યાર્થીઓ/વિધ્યાર્થીનીઓ, નગરજનો, કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.
જનસંપર્ક વિભાગ,
સુરત મહાનગરપાલિકા તરફથી સાદર સમાચાર યાદી નં. ૩૯પ ,
તા.૧3 /૧૦/ર૦રપ