ઝાલોદ તાલુકામાં નવા ચાકલીયા પગારકેન્દ્રની બે શાળાઓ દાંતગઢ પ્રાથમિક શાળા અને નવા ચાકલીયા પ્રાથમિક શાળા વચ્ચે સ્કૂલ ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો

adminpoladgujarat
2 Min Read

     દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા નવા ચાકલીયા પગારકેન્દ્રની શાળામાં School Twining કાર્યક્રમ યોજાયો જે GCERT ગાંધીનગર પ્રેરિત School Twinning કાર્યક્રમ અંતર્ગત દાંતગઢ પ્રા. શાળાના બાળકો અને શિક્ષકમિત્રો નવા ચાકલીયા પગારકેન્દ્ર શાળામાં શૈક્ષણિક મુલાકાત માટે પધાર્યા હતા, શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃતિ – પ્રવિધિઓનું આદાન – પ્રદાન થયું હતું, દાંતગઢ પ્રા. શાળાના બાળકોનુ આગમન થતાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાર્થના, ભજન ધૂનથી વાતાવરણ સત્સંગ પ્રેરક બની ગયું હતું .નવા ચાકલીયા પગારકેન્દ્રશાળાના આચાર્યશ્રી હરીશભાઈ વાગડીયા તથા નવા ચાકલીયા સી.આર.સી રાકેશભાઈ લબાના અને દાંતગઢ પ્રા શાળાના આચાર્ય ગોવિંદભાઈ પારગીએ Twining કાર્યક્રમ અંતર્ગત બાળકોને સવિશેષ માહિતી આપી, ત્યાર બાદ બંને શાળાઓના બાળકોએ સંયુક્ત શિક્ષણ લીધું, બાળકોએ મધ્યાહન વિશ્રાંતિ પછી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંતગઢ પ્રા શાળાના બાળકો વિજેતા બન્યા હતા ત્યાર બાદ બંને શાળાઓના કુમાર અને કન્યાઓની કબડ્ડી સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં નવા ચાકલીયા પગારકેન્દ્ર શાળાના કુમારની ટીમ તથા કન્યાઓની ટીમ વિજેતા બન્યા હતા.

સમગ્રકાર્યક્રમને અંતે સમૂહસભા કરવામાં આવી જેમાં સ્પર્ધાઓમાં વિજેતા બનેલ બાળકોને અને ટીમને અભિનંદન આપવામાં આવ્યા અને ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક  ઈનામ પેનનું વિતરણ કરવામાં આવ્યું.

આખા દિવસ દરમિયાન નોખી અનોખી પ્રવૃત્તિ  દ્વારા બાળકોને ખૂબ જ આનંદ અને મજા આવી, છેલ્લે દાંતગઢ પ્રા શાળાના બાળકોને વિદાય આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. Twining વિશેષ અભિગમ કાર્યક્રમ  દ્વારા બાળકોમાં શ્રવણ  શક્તિ કથન શક્તિ અને સમૂહ ભાવનાના શ્રેષ્ઠ ગુણો જોવા મળ્યા.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − 4 =

Exit mobile version