“ફિટ યુવા ફોર વિકસિત ભારત” સૂત્ર સાથે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ — સુરતમાં યુવા શક્તિનો ઉત્સવ શરૂ

adminpoladgujarat
2 Min Read

સુરત :
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ૭૫મા જન્મદિનના પાવન અવસર પર “સેવા પખવાડિયા” અંતર્ગત ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ આ.શ્રી જગદીશ વિશ્વકર્માજીના સૂચન અને કેન્દ્રીય જળ સંશાધન મંત્રી આ.શ્રી સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ “ફિટ યુવા ફોર વિકસિત ભારત” સૂત્ર સાથે યુવા શક્તિનો ઉત્સવ — સાંસદ ખેલ મહોત્સવ સુરત મહાનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય રીતે શરૂ થયો હતો.

આ મહોત્સવમાં સુરત લોકસભા (૨૪), નવસારી લોકસભા (૨૫) અને બારડોલી લોકસભા ક્ષેત્રમાં આવતા સુરત મહાનગરના વિવિધ વોર્ડોને આવરી લેવામાં આવ્યા છે. ખેલ મહોત્સવ દરમિયાન ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ સહિત અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ખેલ મહોત્સવમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા યુવા પ્રતિસ્પર્ધીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. દરેક વિજેતા ટીમને ટ્રોફી, અને દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર તથા મેડલથી સન્માનિત કરવામાં આવશે.

શુભારંભ પ્રસંગે કેન્દ્રીય જળ સંશાધન મંત્રી અને નવસારીના સાંસદ આ.શ્રી સી.આર. પાટીલજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે —

> “સ્વચ્છ સુરત, સ્વસ્થ સુરત”ના સંકલ્પ સાથે સુરત મહાનગર જેમ સ્વચ્છતામાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે, તે જ રીતે ખેલ સ્પર્ધામાં પણ સુરત આવનારા દિવસોમાં પ્રથમ સ્થાન હાંસલ કરશે.”

સુરત લોકસભાના સાંસદ આ.શ્રી મુકેશ દલાલે જણાવ્યું કે —

> “સુરત મહાનગરમાં યુવાનોમાં ખેલ પ્રત્યેની જાગૃતિ અને સ્વસ્થતા પ્રત્યેનું ચેતન જાગ્યું છે.”

સુરતના મેયર આ.શ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું કે —

> “આ ખેલ મહોત્સવનો હેતુ મેદાનમાં રમાતી રમતોને ફરી જીવંત કરવાનો છે, જે આજના મોબાઇલ અને ઇન્ટરનેટ યુગમાં વિસરાઈ રહી છે.”

સુરત શહેર ભાજપ પ્રમુખ આ.શ્રી પરેશ પટેલે જણાવ્યું કે —

> “મેદાની રમતો શરીરને તંદુરસ્ત અને મનને પ્રફુલ્લિત રાખે છે, જે આ ખેલ મહોત્સવનું મુખ્ય ધ્યેય છે.”

આ પ્રસંગે ખેલ મહોત્સવના સંયોજક તરીકે ધારાસભ્ય આ.શ્રી અરવિંદ રાણા, શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી પ્રવીણ ઘોઘારી, શ્રી નરેશ પટેલ, શ્રી રાકેશ દેસાઈ, તથા નવસારી ભાજપ પ્રમુખ ભુરાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશ જોધાણી, શ્રી અમિત રાજપુત, અને શ્રી ભાવિન ટોપીવાળાએ કર્યું હતું.

આ રીતે “ફિટ યુવા ફોર વિકસિત ભારત” સૂત્રને સાર્થક કરતાં સુરત શહેરમાં યુવાનોની ઉર્જા અને દેશપ્રેમથી ભરેલો આ ખેલોત્સવ સફળતાની નવી ઊંચાઈએ પહોંચ્યો.

 

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + 14 =

Exit mobile version