ડાંગ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા કલા મહાકુંભ ઓયોજિત કરાશે : કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ના ફોર્મ ભરવાની અંતિમ તા.૨૪/૧૦/૨૦૨૩

adminpoladgujarat
2 Min Read

(મનીષ બહાતરે/અશ્ર્વિન ભોયે): આહવા: તા: ૫: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર પ્રેરિત કમિશ્નશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત, તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આહવા દ્વારા કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ આયોજિત થનાર છે.

આ કલા મહાકુંભમા ૬ થી ૬૦ વર્ષની વયજુથ સહિત તમામ વયના કલાકારો ભાગ લઇ શકશે. સ્પર્ધાના વિભાગોમા સાહિત્ય વિભાગ, કલા વિભાગ, નૃત્ય વિભાગ, ગાયન વિભાગ, વાદન વિભાગ, અભિનય વિભાગમા અલગ અલગ કલાની સ્પર્ધાઓ યોજાશે. તેમજ વય જૂથમાં ચાર વિભાગ રહેશે. જેમા (૧) ૬ થી ૧૪ વર્ષ, (૨) ૧૫ થી ૨૦ વર્ષ, (૩) ૨૧ થી ૫૯ વર્ષ, અને (૪) ૬૦ થી ઉપરની વયજુથ.

આ સ્પર્ધા તાલુકા, જિલ્લા, પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએ યોજાશે. જેમા અલગ અલગ સ્તર ઉપર જુદી જુદી કૃતિઓ રજુ થશે. આ સ્પર્ધામા વધુમા વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આ સ્પર્ધામા ભાગ લેવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.

સ્પર્ધામા ભાગ લેવા માટે દરેક તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરીની નિમણૂક કરવામા આવી છે. તાલુકા કક્ષાએ ભાગ લેનાર ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનુ ફોર્મ, આધાર કાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં તાલુકા કન્વીનરશ્રીને જમાં કરાવવાનું રહેશે. જેમા આહવા તાલુકા કન્વીનર તરીકે માધ્યમિક શાળા-લીંગાના શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ (મોબાઈલ : ૯૪૨૮૧ ૬૧૦૧૧), વઘઈ તાલુકા કન્વીનર તરીકે સરકારી માધ્યમિક શાળા-સાકરપાતળના ડૉ.ફાલ્ગુનીબેન પટેલ (મોબાઈલ : ૯૯૦૯૧ ૮૦૪૪૭), તથા સુબીર તાલુકાના કન્વીનર તરીકે સરકારી માધ્યમિક શાળા-સુબીરના શ્રી સુનીલભાઈ બાગુલ (મોબાઈલ : ૯૪૨૮૬ ૮૫૩૭૮) નો સંપર્ક કરી, ફોર્મ જમા કરવાના રહેશે.

જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા તથા રાજ્ય કક્ષાએ ભાગ લેનાર ઇચ્છુક કલાકારોએ નિયત નમૂનાનુ ફોર્મ, આધાર કાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન, જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ડાંગ ક્લબ, આશ્રમ રોડ, આહવા, જિ.ડાંગ ખાતે જમા કરાવવાના રહેશે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી વિરલભાઇ ચૌધરી (૯૮૨૫૧ ૨૨૩૪૮) નો સંપર્ક સાધવા માટે, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા એક અખબાર યાદીમા જણાવાયુ છે.

Share this Article
Exit mobile version